- સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપની લીએ ગેરકાયદેસ કારણો હોવાનું જણાવ્યું.
- જિલ્લા ગ્રાહક કોર્ટે વિમા કંપનીના મેનેજરને નોટીસો ફટકારીને હાજર રહેવાનું ફરમાન.
ગોધરા, ગોધરાના અંકલેશ્ર્વર મહાદેવ રોડ પર રહેતા ભાવિનભાઇ રમેશચંદ્ર પટેલ તથા પત્ની તેમજ બે બાળકોની 5 લાખ રૂપીયાની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપનીની મેડીકલ પોલીસી લીધી હતી. ભાવિનભાઇ છેલ્લા 10 વર્ષથી મેડીકલ પોલીસીનું પ્રીમીયમ ભરી રહ્યા છે. ચાલુ વર્ષ વીમા કપનીમાં મેડીકલ પોલીસીના 18,071/- રૂા.નું પ્રીમીયમ ભરેલ હતું. ભાવિનભાઇની પત્ની કેયુરીબેને પટેન લગતી ઝાડાની તકલીફ પડતા તેઓને વડોદરાની ગેસ્ટ્રોકેર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે વર્ષ 2023 ના માર્ચ માસમાં સારવાર લીધી હતી. બીમારીની સારવાર અર્થે રૂ 70,442/- રૂા. નો ખર્ચ થયો હતો. ભાવિનભાઇએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપની લી.ની ગોધરા ખાતેની ઓફિસે મેડીકલ પોલીસી હેઠળ વિમા કલેમ ફોર્મ ભર્યું હતું. ભાવીનભાઇની પત્નીના કલેપને વિમા કંપનીએ તદન ખોટા અને ગેરકારયદેસસના કારણો આગળ ધરીને કલેપ નામંજૂર કરી દીધો હતો. જેથી ભાવિનભાઇએ વિમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગ્રાહક કોર્ટે વિમા કંપનીના ગોધરા ખાતેના મેનેજરને નોટીસ પાઠવીને 21/6/2023 નારોજ હાજર રહેવા હુકમ કર્યો છે.