ગોધરા-અમદાવાદ હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતાં વ્યકિતને ટ્રાવેલ્સે અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા-અમદાવાદ રોડ ઉપર એક લક્ઝરી ટ્રાવેલ્સ બસના ચાલકે પોતાના કબજાની બસને બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તો ક્રોસ કરી રહેલા વ્યક્તિને ટક્કર મારી અક્સ્માત સર્જયો હતો. જે વ્યક્તિનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે આ મામલે લક્ઝરી બસ ચાલક સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોધરાથી અમદાવાદ તરફ જતા ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ ઉપર એક લક્ઝરી બસ (જી.જે.17.યુયુ.4121)નાં ચાલકે પોતાના કબજામાં રહેલી લક્ઝરી બસને બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તો ક્રોસ કરી રહેલા રાજનભાઈ અમનભાઈ સંગોડ ને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડતા તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે આ મામલે ગોધરા તાલુકા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.