ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ખતરનાક રેકોર્ડ છે ,માત્ર આ એક ટીમે તોડી તેની કમર

મુંબઇ, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે અને આ વખતે તે તેની ૧૦મી આઈપીએલ ફાઈનલ રમશે.આઇપીએલ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો રેકોર્ડ શાનદાર છે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી ૯ ફાઈનલ મેચોમાં ૪ વખત જીત મેળવીને ૪ ટ્રોફી જીતી છે અને જ્યારે ૫ વખત ફાઈનલમાં હારીને તેને રનર અપ બનવું પડ્યું છે.

આઇપીએલના ઈતિહાસમાં માત્ર એક જ ટીમ એવી છે જેણે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે જે પાંચ આઇપીએલ ફાઈનલ મેચો હારી છે તેમાંથી ૩ વખત મુંબઈ ઈન્ડિયન્સ ટીમે હાર આપી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૯ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતુ.આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત આઇપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે.

આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો અત્યાર સુધીનો રેકોર્ડ

૧. વર્ષ ૨૦૦૮ – ચેન્નાઈ જ રાજસ્થાન – ફાઇનલમાં રાજસ્થાનને હરાવ્યું

૨. વર્ષ ૨૦૧૦ – ચેન્નાઈ જ મુંબઈ – ફાઇનલમાં મુંબઈને હરાવીને ટ્રોફી જીતી

૩. વર્ષ ૨૦૧૧ – ચેન્નાઈ — બેંગ્લોર – ફાઇનલમાં બેંગ્લોરને હરાવીને ટ્રોફી જીતી

૪. વર્ષ ૨૦૧૨ – ચેન્નાઈ — કોલકાતા – ફાઇનલમાં કોલકાતાએ હરાવ્યું

૫. વર્ષ ૨૦૧૩ – ચેન્નાઈ — મુંબઈ – મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું

૬. વર્ષ ૨૦૧૫ – ચેન્નાઈ — મુંબઈ – મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું

૭. વર્ષ ૨૦૧૮ – ચેન્નાઈ — સનરાઈઝર્સ – ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી

૮. વર્ષ ૨૦૧૯ – ચેન્નાઈ – મુંબઈ – મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું

૯. વર્ષ ૨૦૨૧ – ચેન્નાઈ -કોલકાતા – ફાઇનલમાં કોલકાતાને હરાવીને ટ્રોફી જીતી