
મુંબઇ, સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલના ગાઢ સંબંધોની ચર્ચા ઘણા સમયથી થતી હતી. જોકે તેમણે કદી જાહરેમાં સંબંધો વિશે પુષ્ટિ કરી નહોતી. હવે મીડિયા રિપોર્ટના અનુસાર, તેમના સંબંધોનો અંત આવી ગયો છે. બન્નેએ સોશયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યું છે. બંનેએ એકબીજાને ફોલો કરતાં તેમની વચ્ચે ટૂંકા સમયગાળામાં જ બ્રેક અપ થઈ ગયું હોવાનું મનાય છે.
શુભમન ગિલનું નામ સારા અલી ખાન પહેલાં સચિન તેડુંલકરની પુત્રી સારા સાથે પણ જોડાયું છે. એક દાવા અનુસાર શુભમન ગિલે સારા અલી ખાન માટ જ સારા તેંડુલકર સાથે બ્રેક અપ કર્યું હતું. શુભમન અને સારા અલી ખાન બંને અવારનવાર જાહેરમાં સાથે દેખાતાં હતાં.