મહીસાગર જીલ્લાના ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા રોજગાર કચેરી, મહીસાગર દ્વારા અરજી મંગાવવામાં આવી

મહિસાગર, આર્મી રીક્રુટીંગ ઓફીસ અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. આર્મી માં જોડાવવા માંગતા મહીસાગર જીલ્લાના ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા રોજગાર કચેરી, મહીસાગર દ્વારા અરજી મંગાવવામાં આવે છે.

આ તાલીમમાં વિના મુલ્યે રહેવા અને જમવાની સુવિધા રાખેલ છે. 17.5 થી 20 વર્ષ સુધીની વય ધરાવતા અને 10 મુ ધોરણ – 45 ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તેમજ 168 સેમી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા (એસ.ટી માટે 162 સે.મી કે તેથી વધુ) તેમજ 50 કી.ગ્રા વજન અને 77 થી 82 સે.મી છાતી ધરાવતા અપરણિત પુરૂષ ઉમેદવારોને તા.25/05/2023થી 03/06/2023 સુધીમાં કચેરી સમય દરમિયાન પાસપોર્ટ ફોટા, એલ.સી, માર્કશીટ, જાતિનો દાખલો, ડોમિસાઇલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

અરજી જીલ્લા રોજગાર કચેરી, મહીસાગર, કલેકટર કચેરી કંપાઉન્ડ,બીજો માળ,લુણાવાડા, જી. મહીસાગર ખાતે રૂબરૂ માં કરવાની રહેશે. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર 6357 390390 પર સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે.