માનવ કલ્યાણ યોજનાનો લાભ લઇ દાહોદનાં વિજયભાઇ આર્થિક રીતે સક્ષમ બન્યા

દાહોદ, સરકારની માનવ કલ્યાણ યોજનાનો લાભ લઇને અનેક ગરીબ યુવાનો સ્વર્નિભર બની રહ્યાં છે. દાહોદનાં સુખદેવકાકા કોલોની ખાતે રહેતા પીઠાયા વિજયભાઇ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગનું કામ જાણતા હતા પરંતુ સાધનોના અભાવને કારણે તેઓ યોગ્ય કામ મેળવી શકતા નહોતા. તેમણે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સાધન સહાય માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરતા તેમને સાધન સહાય મળી હતી અને તેઓ પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ બન્યા છે. તેઓ જણાવે છે કે, અત્યારે હું દરરોજ રૂ. 700 થી રૂ. 1000 કમાઇ રહ્યો છું. સરકારે મને સાધન સહાય આપી તે બદલ તેમનો આભાર માનું છું.