અમદાવાદ રેન્જ આઇજીના આર આર સેલના પોલીસ કર્મચારી રૂપિયા ૫૦ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ સરકાર તરફથી આર આર સેલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં રેન્જ આઇજી દ્વારા નવી સ્ક્વૉડ શરૂ કરવામાં આવી છે.
આ સ્કવૉડના વહીવટદાર દ્વારા હપ્તા પેટે માંગેલા રૂપિયા લેવા જતાં એક વચેટિયો અમદાવાદ એસીબી ના હાથે ઝડપાયો છે. આ કેસમાં પોલીસે લાંચ માંગનાર જમાદારની પણ ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રેન્જ આઇજી કર્મચારી લાંચકાંડ બહાર આવ્યા બાદ ગતરોજ જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી ૪.૫૦ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે.જિલ્લા પોલીસની આર આર સેલમાં પહેલા ફરજ બજાવતા જમાદાર મહાદેવ સેવાઇકર અને વિપુલ બલર નામનો વચેટિયો અને અન્ય એક પોલીસવાળો વેપારી પાસે ગયા હતા અને ધંધો કરવા માટે ૪.૫૦ રૂપિયાની માંગણી કરી હતી. આ દરમિયાન વેપારીએ તેમને સમજાવ્યું હતુ કે, તેઓ ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતાં જમાદાર અને વચેટિયો માન્યા ન હતા. વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા.