ગોધરા, પંચમહાલ જીલ્લામાં કિસાન નિધી યોજનામાં 2018માં શરૂ થઈ હતી. ત્યારથી વાર્ષિક 6 હજાર રૂપીયા ખેડુતના બેંક ખાતામાં જમા થતાં હોય હાલ પંચમહાલ જીલ્લામાં કિસાન નિધી યોજના હેઠળ પાત્રતા ન ધરાવતા હોય તેવા ખેડુત લાભાર્થી બનીને 2.957 ખેડુતોએ રૂા.3,72,26,000/-રૂપીયાની રીકવરી કરવામાં આવશે. અત્યાર સુધી પાત્રતા ન ધરાવતા 85 ખેડુતો પાસેથી 1.75 લાખ રૂપીયા રીકવર કરવામાં આવ્યા છે. કિસાન નિધી યોજનામાં જે ખેડુતો ગર્વમેન્ટ નોકરી કરે છે અને આઈ.ટી. રીર્ટન ફાઈલ કરે છે. તેવા ખેડુતોએ કિસાન નિધી યોજનાનો લાભ લીધેલ છે. તેવા 2832 ખેડુતો પંચમહાલ જીલ્લામાં છે. આવનાર દિવસોમાં તમામ પાત્રતા ન ધરાવતા ખેડુતોએ લાભ મેળવ્યો છે. તેવા ખેડુતો પાસેથી રૂપીયાની રીકવરી કરવામાં આવશે.