ગોધરા, ગોધરાના જાફરાબાદ વિસ્તારની સરકારી સસ્તા અનાજની દુકાનો માંથી અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે તંત્ર આવા અનાજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા મકકમ બનશે ખરાં ?
ગોધરાની જાફરાબાદ વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનો માંથી ગરીબો માટે સરકાર દ્વારા પુરુ પાડવામાં આવતું મફત અનાજનો જથ્થો અનાજ માફિયા અને સસ્તા અનાજની દુકાનદારના મેળાપીપણામાં સગેવગે થઈ રહ્યો છે. ગોધરા શહેર અને આસપાસની સરકારી અનાજની દુકાનો માંથી એક અનાજ માફિયા દ્વારા વાહનોમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાઈ રહ્યો હોય ત્યારે હવે તાલુકા પુરવઠા, જીલ્લા પુરવઠા વિભાગ આવા અનાજ માફિયાને પકડીને સરકારી અનાજના જથ્થા સાથે ઝડપી પાડવા મકકમ બનશે કે કેમ તે જોવું રહ્યું.