કાલોલ,કાલોલ પાલિકાના સફાઈ કામદારોને સરકારના નિયત કરાયેલ લધુતમ વેતન પ્રમાણે ચુકવણું નહિ કરતાં સફાઈ કામદારોના હિતમાં ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું.
કાલોલ નગર પાલિકાના સફાઈ કામદારોને સરકારશ્રીની નકકી કરાયેલ લધુતમ વેતન પ્રમાણે ચુકવણું ન કરવામાં આવતું હોવાથી મોંધવારીના કપરાકાળામાં સફાઈ કામદારોને જીવત નિર્વાહ ચલાવતો મુશ્કેલ બનેલ છે. સરકારના દ્વારા 4/3/2023ના પરિપત્ર મુજબ લધુમત વેતનનું ચુકવણું કરી સફાઈ કામદારોને વેતન આપવામાં આવતું ન હોવાથી સફાઈ કામદારોના સંગઠન પંચમહાલ જીલ્લા વાલ્મીકી સમાજ સંગઠન દ્વારા કાલોલ મામલતદાર તેમજ પાલિકા ચીફ ઓફિસરને ન્યાયની અપેક્ષા સાથે સરકાર સુધી રજુઆત પહોંચાડવા માટે અલ્પેશ ચૌહાણ, અમિતભાઈ સોલંકી, મુકેશભાઈ મડેરા, ભવાનભાઈ સોલંકી દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરી.