ગોધરા સબજેલમાંથી ચેકિંગ દરમિયાન બે મોબાઈલ ઝડપાયા

ગોધરા, ગોધરા શહેરમાં આવેલી સબજેલમાં હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ખાડો ખોદીને છુપાવી રાખેલા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ અને સુધારાત્ક વહીવટી કચેરીના ઝડતી સ્કવોર્ડ, જેલર ગ્રુપ નં-2ના દેવસીભાઈ રમણભાઈ કરંગીયા દ્વારા તા.23ના રોજ ગોધરા ખાતે આવેલી સબજેલમાં આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. બેરેકમાં કેદીઓની ઝડતી દરમિયાન જેલની મુખ્ય જામની બાજુની તથા પાછળની મુખ્ય દિવાલના ખુણા પાસે જમીનમાં ખાડો કરીને છુપાવી રાખેલો સીમકાર્ડ સાથેનો ચાલુ હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તેમજ બેરેક નં-7 સામે આવેલા પીપળાના ઝાડની બાજુમાં ઓટલા પાસે ખાડો કરીને છુપાવી રાખેલા સીમકાર્ડ વિનાનો ચાલુ હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આમ ઝડતી સ્કવોર્ડ દ્વારા બંને મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા હતા અને સબજેલના અનઅધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર અજાણ્યા કેદી સામે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે પ્રિઝન્સ એકટ મુજબ ગુનો નોંધાયો હતો.