ઠગ સુકેશ ચંદ્રશેખરે હવે એનએચઆરસીને લખ્યો પત્ર, કહ્યું- ટિલ્લુ તાજપુરિયાની જેમ તેની પણ થઈ શકે છે જેલમાં હત્યા

નવીદિલ્હી, દિલ્હીની જેલમાં બંધ કોનમેન સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર પત્ર લખ્યો છે, આ વખતે તેણે દિલ્હી સરકાર પર નહીં પણ જેલ પ્રશાસન પર આરોપો લગાવ્યા છે. સુકેશે એનએચઆરસીને પત્ર લખીને જેલ સત્તાવાળાઓ દ્વારા માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં આરોપ લગાવ્યો છે કે જેલ સત્તાવાળાઓએ તેમને અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ વિરુદ્ધ આપેલું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. આ અંગે તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરે તેના પત્રમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે જો તે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેની પણ ટિલ્લુ તાજપુરિયા અને અંક્તિ ગુર્જરની જેમ જેલમાં હત્યા કરવામાં આવશે. સુકેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેની પાસેથી પ્રોટેક્શન મની માંગવામાં આવી રહી છે. સુકેશે કહ્યું કે અધિકારીઓ દ્વારા તેમને તેમની માંગ પૂરી કરવા માટે ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.સુકેશે પોતાના પત્રમાં કહ્યું કે તેમનો સૌથી મોટો દુશ્મન જેલ પ્રશાસન છે. સુકેશે એનએચઆરસીના અધ્યક્ષને ઓચિંતી જેલ મુલાકાત માટે પણ અપીલ કરી છે. આ સાથે, ઠગ સુકેશે એનએચઆરસી અધ્યક્ષને તેમની ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સુકેશે પત્રમાં લખ્યું છે કે તેને જેલમાં સંપૂર્ણપણે અમાનવીય પરિસ્થિતિઓ સાથે વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેને જેલમાં એકલો રાખવામાં આવ્યો છે અને અન્ય કેદીઓ સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને યાદ કરી છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જ એક પત્ર લખ્યો છે, જેમાં તેણે અભિનેત્રીને બેબી કહીને સંબોધી છે. આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રોમાં જેકલીનનો ઉલ્લેખ કરી ચુક્યો છે અને તેને તને પ્રેમ કરતો હોવાનું પણ કહ્યું હતું. સુકેશ ચંદ્રશેખર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તેના પર ૨૦૦ કરોડની મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે. આ મામલામાં જેકલીન ફર્નાન્ડિસથી લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. તપાસ એજન્સી દ્વારા જેકલીનની અનેકવાર પૂછપરછ પણ કરવામાં આવી છે.સુકેશ ચંદ્રશેખરે આ પત્ર તેમના જન્મદિવસ ૨૫ માર્ચે લખ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં તેણે જેકલીનને બેબી ગણાવી હતી અને લખ્યું હતું કે, તે તેને મિસ કરી રહ્યો છે. ઠગે લખ્યું છે કે, તેનો પ્રેમ તેનો જન્મદિવસ છે.

સુકેશે આગળ લખ્યું- તુ જાણે છે ને, ભલે ગમે તે થઈ જાય, હું હંમેશા તારા માટે ઉભો રહ્યો છું. લવ યુ માય બેબી, મને તારું દિલ આપવા બદલ આભાર. મારા જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું મારા બધા સમર્થકો અને મિત્રોનો પણ આભાર માનું છું. મને સેંકડો પત્રો મળ્યા છે, અભિનંદન. હું ધન્ય અનુભવું છું, આભાર. – સુકેશ ચંદ્રશેખર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુકેશે હોળીના તહેવારે પણ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જેક્લીનનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું હતું કે, મારી સુંદર જેકલીનને હોળીની શુભેચ્છા. તેણે તેના જીવનમાં તમામ રંગોને મિશ્રિત કર્યા છે. હું વચન આપું છું કે, હું તેને બધી ખુશીઓ આપીશ.