મહિસાગર ગ્રામ સ્વાગતમાં 129 તથા તાલુકા સ્વાગતમાં 47 અરજદારાઓના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા

મહિસાગર : મહીસાગર જીલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં લુણાવાડા તાલુકામાં કલેકટર મહીસાગર, સંતરામપુર તાલુકામાં જીલ્લા વિકાસ અધિકારી, બાલાસિનોર તાલુકામાં પોલીસ અધિક્ષક મહિસાગર, વિરપુર તાલુકામાં નિવાસી અધિક કલેકટર મહિસાગર, કડાણા તાલુકામાં પ્રાયોજના વહીવટદાર મહિસાગર તથા ખાનપુર તાલુકામાં નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહિસાગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં ગ્રામ સ્વાગતમાં 129 તથા તાલુકા સ્વાગતમાં 47 અરજદારાઓના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિકાલ કરવામાં આવ્યા