પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીર મુદ્દે ફરી ઝેર ઓક્યું

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારતના આંતરિક મામલે માથું મારવાનો પ્રયાસ કર્યો છે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરી લખ્યું, અમે કાશ્મીરના લોકોની બહાદૂરી અને વીરતા અને મજબૂતીથી પ્રેરણા લેવાની જરૂરી છે. આ લોકો પોતાની જમીન માટે લડતા જુલમનો શિકાર થયાં છે. હું મારા ભાઈઓ અને બહેનો સાથે ઊભો છું અને તેની આઝાદી માટે સમર્થન છે. કાશ્મીરની એકતાનો દિવસ.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ એક વાયરલ વીડિયોમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, આમ તો મોદી ખુબ દિલેર બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ છે ડરપોક આદમી. આટલા નાના કાશ્મીર માટે તેમણે 7 લાખની ફૌજ જમા કરી છે જ્યારે પાકિસ્તાનની કુલ ફૌજ 7 લાખની છે પરંતુ તેને એ પણ નથી ખબર કે તેની પાછળ 22-23 કરોડની ફૌજ ઉભી છે.

શું છે કાશ્મીરની એકતાનો દિવસ?

પાકિસ્તાનમાં દર વર્ષે 5 ફેબ્રુઆરીના દિવસે કાશ્મીર એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે અહીં જાહેર રજા હોય છે. એની શરૂઆત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરી હતી.