દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પાસે નાકાબંધી દરમિયાન ક્ધટેનર માંથી 29.444 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ તાલુકાના કતવારા પોલીસે રાતના સમયે ખંગેલા ચેકપોસ્ટ પરથી નાકાબંધી દરમ્યાન રૂા. 29.44 લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની 575 જેટલી પેટીઓ સાથે ટાટા કંપનીનું લેનેન આર્ટીક્યુ લેટેડ ક્ધટેનર પકડી પાડી રૂા. 13 લાખનું ક્ધટેનર તથા રૂા. 5000ની કિંમતનો મોબાઈલ મળી રૂા. 42,49,200ની કિંમતના મુદ્દામાલ સાથે ક્ધટેનરના ચાલકની અટક કરી ચાલક સહીત કુલ ચાર જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આર.જે. 19 જી.ઈ-1321 નંબરના ટાટા કંપનીના સલેનન આર્ટીક્યુલેટેડ ક્ધટેનરમાં મધ્યપ્રદેશ બાજુથી વિદેશી દારૂનો જંગી જથ્થો મુંદ્રા લઈ જવાનો હોવાની કતવારા પી.એસ.આઈ એ.પી.પરમારને બાતમી મળી હતી. જે બાતમીને આધારે કતવારા પી.એસ.આઈ પરમાર પોતાના સ્ટાફના માણશોને સાથે રાખી રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી પોતાના શિકારની રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાસીંગનું ક્ધટેનર નજીક આવતાં જ પોલીસે તે ક્ધટેનરને રોકી ઘેરી લીધું હતું અને ક્ધટેનરમાં તલાસી લઈ રૂા. 29,44,200ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેંજર તથા મેકડોવેલની કુલ બોટલ નંગ-6900 ભરેલ પેટીઓ નંગ-575 પકડી પાડી ક્ધટેનરના ચાલક રાજસ્થાનના બોડમેર જીલ્લાના બેરીવાલા તલા ગામના મોહનલાલ પુરખા રામ ડુડીની અટક કરી તેની પાસેથી રૂા. 5000ની કિંમતનો મોબાઈલ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 13 લાખની કિંમતના ક્ધટેનર સહીત રૂા. 42,49,200નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવામાં આવ્યો તે બાબતની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેના હરીયાણાના રોહતકના અર્જુન રામે વિદેશી દારૂ સાથેનું ક્ધટેનર ચાલકને આપ્યું હોવાનું જણાવ્યું હતું અને સદર દારૂનો જથ્થો મંગાવનાર મુંદ્રાના ઈસમનું નામ સરનામું જાણવા મળ્યું ન હતું. કારણ કે, પ્રેમવીર નામનો ઈસમ જ્યાં ફોન કરે ત્યાં આપી આવવા જણાવ્યું હતું.

આ સંબંધે કતવારા પોલીસે ક્ધટેનરના ચાલક રાજસ્થાનના બાડમેર જીલ્લાના બેરીવાલા તથા ગામના મોહનલાલ પુરમારામ ડુડી, હરીયાણા રોહતકના અર્જુન રામ સહીત કુલ ચાલ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.