ગ્લોબલ આતંકી સંગઠનને ભારતમાં ઓપરેટ કરે છે આ આતંકી નેતા: UN

ગ્લોબલ આતંકી સંગઠન ઇસ્લામી સ્ટેટ (ISIS) ઇરાક અને ખુરાસાન (ISIL-K) નાં નવા લીડર શિહાબ અલ-મુહાજીરને બનાવવામાં આવ્યા, મુહાજીર જ હવે ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદિવ અને શ્રીલંકામાં આતંકી સંગઠનને ઓપરેટ કરશે, આટલું જ નહીં આ ગ્લોબલ આતંકી સંગઠનનાં સંપર્ક ખતરનાક હક્કાની નેટવર્ક સાથે પણ રહ્યા છે, આવું સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતરેસની એક રિપોર્ટનાં આધારે કહેવામાં આવી રહ્યું છે.

ISISનાં સંભવિત ખતરા અંગે UN મહાસચિવની 12મી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ISIL-K આતંકી સંગઠનનાં વર્તમાનમાં અફઘાનિસ્તાનનાં ઘણા પ્રાંતોમાં એક થી અઢી લાખ લડવૈયા છે, દક્ષિણ એશિયામાં ISIL-K પ્રત્યે સહાનુભુતી રાખનારાઓની ઓનલાઇન ભરતી અને કટ્ટરવાદ ફેલાવવો તે મુખ્ય ચિંતાનો વિષય છે, એટલું જ નહીં કે આ સંગઠનનાં લોકો માનવ બોંબ તૈયાર કરવામાં લાગ્યા છે, જેમાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવી રહી છે.

આ રિપોર્ટ પ્રમાણે શિહાબ અલ- મુહાજીરને જુન-2020માં સંગઠનનાં નવા નેતા ઘોષિત કરવામાં આવ્યા છે, જે કથિત રીતે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, માલદિવ, શ્રીલંકા અને મધ્ય એશિયાનાં દેશોમાં ISIL-K ને ઓપરેટ કરે છે, રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનનાં લોકોને હક્કાની નેટવર્કની સાથે સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે હક્કની નેટવર્કને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓનું સમર્થન છે, આ સંગઠન અફઘાનિસ્તાનનાં સૌથી અનુભવી બળવાખોર સંગઠનો પૈકીનું એક છે, ઉત્તર વજીરીસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં થયેલા કેટલાક સૌથી ઘાતક હુમલાઓની પાછળ આ કટ્ટરવાદી સંગઠનોનાં હાથ રહ્યો છે.

યુએન મહાસચિવએ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશો અને યુએનનાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આતંકવાદી કોરોના સંકટથી ઉત્પન્ન નવી નબળાઇઓનો ફાયદો ઉઠાવવાનાં પ્રયાસો કરી શકે છે, એવામાં તમામ શાંતિ પસંદ દેશોની સાથે આવીને આ પડકારનો સામનો કરવો પડશે.