મહારાષ્ટ્રમાં ભીષણ માર્ગ દુર્ઘટના: બસ અને કન્ટેનર વચ્ચે અથડામણ થતા ૫ ના મોત, ૧૪ ઈજાગ્રસ્ત

મુંબઇ, સિંદખેડ રાજા મેહકર હાઈવે પર બસ અને કન્ટેનર વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં ૫ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. એસટી ડ્રાઈવર અને કન્ટેનર ડ્રાઈવરનું પણ મોત નીપજ્યુ છે. ઘટનામાં લગભગ ૧૪ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. એસટી પૂણેથી મેહકર જઈ રહી હતી અને કન્ટેનર મેહકરથી સિંદખેડ રાજા તરફ જઈ રહ્યુ હતુ. માહિતી મળતા જ ગામના લોકોએ ઘટના સ્થળે જઈને ઈજાગ્રસ્તોની મદદ કરી. વાહનને કટર મશીનથી કાપીને બંને વાહનોના ડ્રાઈવરને બહાર કાઢ્યા.

આ બસ સંભાજીનગરથી વાશિમ તરફ જઈ રહી હતી, સવારે સવા છ વાગે ટ્રક અને બસમાં ટક્કર થઈ ગઈ. આ ઘટનામાં બસ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ. પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ. સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયુ છે.

મુંબઈ-સાંબાજીનગર-નાગપુર હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. બંને તરફ વાહનોની લાંબી લાઈન છે. ઘટના એટલી ભયાનક હતી કે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. ૧૪ લોકોને ઈજા પહોંચી છે અને તેમાંથી ૫ ની હાલત ગંભીર છે. ઘટના સિંદખેડ રાજા નજીક પલાસખેડ ચમક્ત ગામ નજીક થઈ.