મુંબઇ, દંગલ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ અત્યારે બોલીવુડમાં પોતાનું નિશ્ર્ચિત સ્થાન બનાવ્યું છે. જો કે ફિલ્મોમાં સફળતા મેળવવા અભિનેત્રીએ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ ખુલાસો કર્યો હતો કે તેને અનેક વખત છેડતી નો સામનો કરવો પડ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ હાલમા આ દિવસોમાં તેની નવી ફિલ્મ કથલનું પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ નેટલિક્સ પર રીલીઝ થઈ છે અને દર્શકો તેના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રચાર દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં સાન્યાને પૂછવામાં આવ્યું હતું કે તેણે અભ્યાસ દરમ્યાન કયારેય ઇવ-ટીઝિંગનો સામનો કર્યો હતો. આ પ્રશ્ર્નનો ઉત્તર આપતા સાન્યા ઘણી ભાવુક થઈ ગઈ હતી. જવાબ આપતા તેણે કહ્યું કે તે એક વખત નહિ પરંતુ અનેક વખત છેડતીનો શિકાર બની છે.
સાન્યાએ અભ્યાસ દરમ્યાન પોતાની સાથે થયેલ છેડતીનો કિસ્સો કહ્યો હતો. તે ઘટનાને યાદ કરતાં તેણે કહ્યું કે તે કોલેજમાં લેકચર પૂર્ણ કર્યા બાદ મેટ્રોમાં મુસાફરી કરી ઘરે જઈ રહી હતી. આ મેટ્રોની મુસાફરી દરમ્યાન કેટલાક છોકરાએ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. છોકરાઓ હેરાન કરી રહ્યા હતા ત્યારે સાથે રહેલ મુસાફરોમાંથી કોઈએ મદદ નહોતી કરી. તેનું સ્ટેશન આવી જતા તે ઉતરી ગઈ હતી. અને ત્યારે પણ છોકરાઓ તેનો પીછો કરી રહ્યા હતા. પરંતુ તેના માતા-પિતા આવી જતા તે ત્યાંથી ભાગી ગયા હતા.
જ્યારે તે અભિનેત્રી બની ત્યારે પણ તે ઇવ ટિઝીંગનો શિકાર બની હોવાનો સાન્યાએ કર્યો ખુલાસો. એક ફેન્સે ફોટા પડાવવાના બહાને અચાનક તેનું બટ પકડવાનું શરૂ કર્યું. પહેલા તે ચોંકી ગઈ અને પછી તેને સીફતપૂર્વક દૂર કરી દીધો. સાન્યા કહે છે કે કોઈપણ છોકરી હોય કે પછી અભિનેત્રી લોકો તેમની બદદાનતથી છેડતી કરતા રહે છે. આવા લોકોને ખરેખર પાઠ ભણાવવો જોઈએ અને છોકરીઓએ આવા લોકોનો હિમંતપૂર્વક સામનો કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સાન્ય મલ્હોત્રાએ આમિરખાનની ફિલ્મ દંગલથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મને ભવ્ય સફળતા મળી હોવા છતાં સાન્યાએ ફિલ્મો મેળવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે અત્યારે તેની ગણના બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીમાં થઈ રહી છે. તેની એક્ટિંગના કારણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી રહી છે.