- રૂમમાં બેઠેલા લોકો માટે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી યોગ્ય છે
- ACના ટ્રેમ્પ્રેચરને 1 ડિગ્રી વધારવાથી 3થી 4 ટકા વીજળીની કપાત થઇ શકે છે
- સતત મોડા સુધી એસીનો ઉપયોગ ના કરો
ઉનાળામાં લોકો બહારથી આવ્યા પછી તરત જ ઠંડક મેળવવા માટે 16 ડિગ્રીના સૌથી નીચા તાપમાને એસી ચાલુ કરે છે. આમ કરવાથી તમને થોડી ઠંડક મળે છે, પરંતુ આમ કરવાથી તમારા ખિસ્સા પર પણ ભારે પડી જાય છે. ખરેખર, આ આદત બિલકુલ ખોટી છે. જેના કારણે વીજળીનું બિલ પણ વધુ આવે છે અને રૂમમાં બેઠેલા લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
હવે તમારા મનમાં પણ આ સવાલ ઉઠતો હશે કે એસીને ક્યા તાપમાન પર ચલાવુ યોગ્ય છે અને ક્યા તાપમાન પર ચલાવા પર વીજળીની બચત કરી શકાય છે. તો આવો જાણીએ
શું 16 ડિગ્રીમાં ઝડપથી થાય છે કુલિંગ
ઘણા લોકો માને છે કે, AC 16 ડિગ્રીમાં ઝડપી ઠંડક આપે છે. પરંતુ આ વિચાર સંપૂર્ણપણે યોગ્ય નથી. જો તમે AC ને 16 ડિગ્રી પર ચલાવો છો તો તમને ચોક્કસપણે થોડી સારી ઠંડકનો અનુભવ થશે પરંતુ તે સારા કરતાં વધુ નુકસાન કરે છે. જો AC 24 થી 27 ડિગ્રીમાં પણ ચલાવવામાં આવે તો તે જ સમયે રૂમને ઠંડક આપશે. જો તમે 16 અથવા 18 ડિગ્રીમાં ચલાવો છો, તો કોમ્પ્રેસર ઓવરલોડ થઈ જાય છે અને વધુ પાવર વાપરે છે.
આ રીતે કરો ACનો ઉપયોગ…
1- એસીને 16 કે 18 ડિગ્રી પર સેટ કરવાના બદલે 24 કે 26 ડિગ્રી પર સેટ કરો.
2- આમ કરવાથી તમે વીજળી બિલમાં 25થી 35 ટકા કપાત કરી શકો છો, તે સાથે જ આ પર્યાવરણના હિસાબે પણ સારુ રહેશે.
3- ACના ટ્રેમ્પ્રેચરને 1 ડિગ્રી વધારવાથી 3થી 4 ટકા વીજળીની કપાત થઇ શકે છે.
4- સતત મોડા સુધી એસીનો ઉપયોગ ના કરો. જરુર ન હોય તો એસીને બંધ રાખો.
5- એસી વાળા રુમમાં સારી રીતે ઇન્સુલેશન કરાવો જેથી ઠંડી હવા બહાર સુધી જઇ ના શકે, અને ઠંડક સારી રીતે થાય.