મુંબઇ, સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ થયો હતો. આજના સાધારણ વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને ૨૭૯.૭૮ લાખ કરોડ થઈ છે. જે સોમવારે ૨૭૮.૭૭ લાખ કરોડ હતી. દિવસભર ઉતાર-ચઢાવ વચ્ચે કારોબારી દિવસના અંતે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૧૮.૧૧ પોઇન્ટના વધારા ૬૧૯૮૧.૭૯ સાથે પોઇન્ટ પર અને નિફ્ટી ૩૩.૬ પોઇન્ટ વધીને ૧૮૩૪૮ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ ૨૩૪ પોઇન્ટ વધીને અને નિફ્ટી ૧૦૦.૫૫ પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.
ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું છે. બપોર બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યું હતું. પરંતુ તેમ છતાં અદાણી ગ્રુપના શેરમાં અદભૂત ઉછાળો અને મિડ-કેપ્સના ઉત્સાહને કારણે બજાર તેજ હતું. ભારતીય ઇન્ડેક્સ ૨૩ મેના રોજ નિફ્ટી ૧૮૩૫૦ ની આસપાસ ખુલ્યો હતો. સેન્સેક્સ ૧૪૫.૦૮ પોઈન્ટ અથવા ૦.૨૩% વધીને ૬૨,૧૦૮.૭૬ પર અને નિફ્ટી ૫૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૩૧% વધીને ૧૮,૩૭૧.૮૦ પર હતો. લગભગ ૧૩૬૪ શેર વધ્યા હતા, ૬૫૧ શેર ઘટ્યા અને ૯૨ શેર યથાવત હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, બ્રિટાનિયા અને બજાજ ફાઇનાન્સ નિફ્ટી માં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અપોલો હોસ્પિટલ, કોલ ઇન્ડિયા, ડિવિસ લેબ્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ઓટો ટોપ લુઝર્સ હતા.