એલજીબીટીક્યૂ અધિકારો:કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી

લંડન, કેનેડા અને ઇટાલીના વડાપ્રધાનો G-૭ સમિટમાં એલજીબીટીક્યૂ અધિકારોને લઈને સામસામે આવ્યા હતા. ઝઘડો એટલી હદે વધી ગયો કે કેનેડાના પીએમ જસ્ટિન ટડો અને તેમના સમકક્ષ જ્યોજયા મેલોનીએ જાહેરમાં એકબીજા પર નિશાન સાયું. જાપાનના હિરોશિમામાં સમિટમાં વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ટૂડોએ બંધ બારણાની વાતચીત પહેલા ટેલિવિઝન કેમેરાની સામે મેલોની અને ઇટાલીની ટીકા કરી હતી.

કેનેડા એલજીબીટી અધિકારો પર ઇટાલીની સ્થિતિ વિશે ચિંતિત છે, પરંતુ હું તમારી સાથે વાત કરવા આતુર છું, તેમણે કહ્યું. ટૂડોના નિવેદનથી ઇટાલીના નેતાઓ ખૂબ જ નારાજ દેખાતા હતા. આ મામલામાં ઈટાલિયન પીએમ મેલોનીએ તેમની સરકારનો બચાવ કર્યો અને કહ્યું કે તેઓ એલજીબીટીક્યૂ મામલાઓને લગતા કોર્ટના નિર્ણયોનું પાલન કરી રહ્યા છે. મેલોની તરફથી કહેવામાં આવ્યું કે તેઓ માતા-પિતા બંનેને સમલૈંગિક યુગલોમાં સત્તાવાર રીતે નોંધણી કરવાનું બંધ કરે અને તેના બદલે તેને જૈવિક માતા-પિતા સુધી મર્યાદિત કરે, જેનો સમલૈંગિક અધિકાર સમૂહોએ વિરોધ કર્યો હતો. મેલોનીએ કેનેડાના પીએમ પર ફેક ન્યૂઝનો શિકાર હોવાનો આરોપ લગાવ્યો હતો. મેલોનીએ કહ્યું હતું કે ટૂડો તેમની ટિપ્પણી દરમિયાન થોડા ઉતાવળા હતા, પરંતુ વાસ્તવિક્તા આ નથી. મેલોનીએ ધ્યાન દોર્યું કે તેમણે એલજીબીટીક્યૂ મુદ્દાઓ પર કાયદામાં કોઈ ફેરફાર કર્યો નથી.

મેલોનીએ એમ પણ કહ્યું કે જે લોકો જન્મ સમયે અલગ લિંગથી ઓળખાય છે, તેઓ વિચારધારાનો શિકાર બને છે. માર્ચમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, પુરુષ કે સ્ત્રી  આપણે જે છીએ, તેનાથી સહજ છીએ અને તેને બદલી શકાય તેમ નથી.