મલેકપુર, ખાનપુર તાલુકાના સોપડીયા ગામે નદી ઉપર આવેલ વીજ લાઈનના કનેક્શન 1986માં પ્રસ્થાપિત થયેલ છે. નખાયા બાદ આજ દિન સુધી તેનું મરામત કાર્ય કરવામાં આવેલ નથી. આ અંગેની રજૂઆત બાકોર એમજીવીસીએલ સબ ડિવિઝનમાં લેખિતમાં અરજી આપીને કરવામાં આવેલ છે. તેમજ ડીઈ સાથે રૂબરૂમાં ટેલીફોનિક ચર્ચા પણ થયેલ છે. આ અંગે તેઓએ ખૂબ સાંત્વના મળે એવો જવાબ આપેલ છે અને આ કામ તાત્કાલિક કરી દેવામાં આવશે એવી ખાતરી પણ આપેલ છે. ટ્રાન્સફોર્મર અને પોલ વચ્ચે લગભગ 80 ફૂટ જેટલું અંતર છે. સામાન્ય રીતે નિયમ અનુસાર 30 ફૂટ થી વધારે અંતર હોય તો પોલ નાખવું પડે આ અંગે વારંવાર રજૂઆત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને વીજ લાઈનના વાયરો જુવારના ખેતીપાકને પડી ગયેલા છે, એટલા નીચા નમેલ છે અને પોલ ગમે એ સમય પડી શકે છે, નીચા ઊભા રહીને વાયરને હાથ અડી શકે છે અને મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. તંત્ર દ્વારા આ અંગે પગલાં લેવામાં આવે એવી કહેવાતા જગતનો તાત એવા ખેડૂતની વિનંતી છે.