ગોધરા શહેરના સાવલીવાડ વિસ્તારમાં નજીવી વાતે એક ઈસમે એક વ્યક્તિ પર લાકડી વડે હુમલો કર્યો

ગોધરા, ગોધરા શહેરના સાવલીવાડ વિસ્તારમાં જૂની પોસ્ટ પાસે રહેતા સાહિલ નિઝામ બુઢાની સાવલીવાડ વિસ્તારમાં દુકાન આવેલી છે. ત્યારે ગત 22 તારીખે રાત્રિના અરસામાં તેઓની દુકાન પર જાવેદ જાકીરભાઈ સૈયદ બેસીને બૂમાબૂમ કરતો હતો. જેને લઇને સાહિલ બુઢાએ જાવેદને જણાવ્યું હતું કે, તું મારી દુકાન પર બેસીને બૂમાબૂમ કરીને લોકોને કેમ હેરાન કરે છે, તેમ કહેતા જાવેદ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવાનું શરૂ કરી દેતા સહિલે અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેને લઇને જાવેદ બુઢા ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાંથી લાકડી લઈ આવીને સાહિલ બુઢાને લાકડીનો ફટકો મારીને ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર મારામારીની ઘટના મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.