ધોધંબાના નવા ગામના માજી ડે.સરપંચે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર

ઘોઘંબા , ઘોઘંબા તાલુકાના નવા ગામના માજી ડેપ્યુટી સરપંચે પંચમહાલ જિલ્લાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જમીન સમતલ કરવાની અરજીઓની વહીવટી મંજૂરીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપો સાથે છેલ્લા એક વર્ષથી કચેરીના ધક્કા ખાઈ થાકી ગયેલા માજી ડેપ્યુટી સરપંચે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે,ત્યાં હાજર પોલીસે તેઓના આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઘોઘંબા તાલુકાના નવાગામના કેટલાક જમીન સમતળ કરવાના કામોની વહીવટી મંજૂરી માટે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના ધક્કા ખાઈને થાકી ગયેલા નવા ગામના માજી ડેપ્યુટી સરપંચ કંચન મકવાણાએ આજે કચેરીની બહાર આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ ઉપર હાજર પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને કંચનભાઈની અટકાયત કરી હતી. તેમ છતાં ન્યાય નહીં મળે તો ફરી આત્મવિલોપન કરવાની માજી ડેપ્યુટી સરપંચે ઉચ્ચારી છે. વર્ષ 2021-22માં જમીન સમતળ કરવા માટેની કેટલીક વહીવટી મંજૂરીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો નવા ગામના માજી ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે.