નવીદિલ્હી, એરલાઇન્સ ગો ફાસ્ટ માટે સોમવાર રાહતનો દિવસ હતો. કંપનીને એરક્રાફ્ટ ભાડે આપનારી કંપનીઓએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)ને નાદારીની પ્રક્રિયા આગળ ધપાવવા કહ્યું હતું, પરંતુ એનસીએલએટીએ,આ મામલે એનસીએલટી તરફથી ગો ફાસ્ટને આપવામાં આવેલી રાહતને યથાવત રાખી છે.
ગો ફાસ્ટ પોતાને નાદાર જાહેર કરીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં ગઈ હતી. કંપનીએ એનસીએલએટીને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાથી રાહત આપવા વિનંતી કરી હતી. જેને સ્વીકારવામાં આવી હતી અને કંપનીને પોતાને પુનર્જીવિત કરવા માટે થોડો સમય આપવામાં આવ્યો હતો.
જોકે, ગો ફાસ્ટંને એરક્રાફ્ટ ભાડે આપતી કંપનીઓ અહીં અટકી નથી. એનસીએલએટીના આ ‘સ્ટે’ નિર્ણયને પડકારતાં, તેમણે એનસીએલએટીને ગો ફર્સ્ટ સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા અપીલ કરી. કંપની તેના વિમાનો કંપની પાસેથી પરત મેળવવા માંગે છે, પરંતુ એનસીએલએટીએ પોતાના નિર્ણયને યથાવત રાખ્યો છે.