મુંબઇ, ક્રિકેટ માં અંપાયરનુ કામ નિયમોના પાલન કરાવવાનુ હોય છે. મેદાન પર રમત દરમિયાન યોગ્ય નિર્ણય લેવાના હોય છે અને તેમના નિર્ણય પર ખેલાડીઓ અને ચાહકો વિશ્ર્વાસ રાખતા હોય છે. ક્યારેક નિર્ણયમાં થતી ચૂક ભૂલ હોઈ શકે છે, પરંતુ ઈરાદાપૂર્વક અંપાયર તરીકેની ફરજમાં ચૂક ના થવી જોઈએ. અંપાયર જતિન કશ્યપ પર બે નિયમોના ઉલ્લંઘન કરવાને લઈ આરોપ લાગ્યો છે. આઇસીસીએ અંપાયર જતિન કશ્યપ પાસે ખુલાસો માંગ્યો છે અને ૧૪ દિવસમાં તેનો જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે.
આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટ દ્વારા અંપાયર જતિન કશ્યપ પર નિયમોનો ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે આઇસીસીએ આ માટે અંપાયર પર આરોપ લગાવીને તેમને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. જતિન કશ્યપે પોતાની દલીલ રજૂ કરી શકે એ માટે બે સપ્તાહ જેટલો સમય આપ્યો છે. ગત વર્ષે રમાયેલી આંતર રાષ્ટ્રીય મેચની ચાલી રહેલી તપાસ દરમિયાન કશ્ય પર આરોપ લાગ્યા હતા અને જેમાં તે આરોપ સાબિત થયા છે.
જોકે હાલમાં આઇસીસીએ વર્ષ ૨૦૨૨ ની કઈ મેચને લઈ તપાસ કરી હતી, એ વિષયમાં કોઈ વધારે જાણકારી આપવામાં આવી નથી. જે મેચને લઈને અંપાયર પર આરોપ લાગ્યા હતા. અંપાયર કશ્યપ પર એન્ટી કરપ્શન યૂનિટની તપાસમાં મોડુ કરવામાં અને તપાસમાં સહકાર નહીં આપવાને લઈને પણ તપાસ સમિતિએ આરોપ લગાવ્યા હતા. જેને લઈ આ સંદર્ભમાં આઈસીસી કોડ ઓફ કંડક્ટની ધારા ૨.૪.૬ અને ૨.૪.૭નુ ઉલ્લંઘન કર્યુ હોવાની કાર્યવાહી કરી છે.
ધારા ૨.૪.૬ એ તપાસમાં સહયોગ નહીં કરવાને લઈને છે અને તેમાં ઈક્ધાર કરવા અને તેની પૂરી જાણકારી ઉપલબ્ધ નહીં કરવાના લઈના સંદર્ભમાં છે. જ્યારે ૨.૪.૭ મુંજબ ભ્રષ્ટાચાર વિરોધી તપાસમાં અવરોધ પેદા કરવા માં અને તેને મોડી કરવાના સંદર્ભની ધારે છે. તપાસ દરમિયાન આરોપ સાબિત થયા છે અને હવે આ આરોપમાં બચાવ માટે પોતાના તરફથી દલીલ રજૂ કરવા માટે અંપાયર જતિન કશ્યપને ૧૪ દિવસનો સમય આઈસીસીએ આપ્યો છે. આમ આગામી ૨ જૂન સુધીમાં જતિન કશ્યપે પોતાની સફાઈ રજૂ કરી છે. જવાબ રજૂ કરવા બાદ આઈસીસી દ્વારા આગળની કાર્યવાહી હાથ ઘરશે.