મુંબઇ, આઇપીએલ ૨૦૨૩ ની સિઝનથી આરસીબી રવિવારે બહાર થઈ ગયુ છે. ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લીગ તબક્કાની અંતિમ મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ શુભમન ગિલની સદી વડે ૬ વિકેટથી જીત થઈ હતી. આ સાથે જ બેંગ્લોરની ટીમનુ ચેમ્પિયન બનવા માટેના માર્ગે આગળ વધવાનુ સપનુ ફરી એકવાર રોળાઈ ગયુ હતુ. વિરાટ કોહલીએ ગુજરાત સામે સદી નોંધાવી હતી, તેની રમતને લઈ બેંગ્લોરે ૧૯૮ રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં ગિલે બેંગ્લોર સામે સદી નોંધાવી હતી.
બેંગ્લોરની રમત સિઝનમાં સારી હોવા છતાં સિઝનથી બહાર થવુ પડ્યુ છે. પરંતુ હવે બેંગ્લોરના ચાહકો કે જે, પોતાની પસંદગીની ટીમના હાથમાં ટ્રોફી જોવા ઈચ્છતા હતા. હવે સપનાઓ પર પાણી ફરી વળ્યા બાદ હવે અનુષ્કા શર્માને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા યુઝર્સના નિશાને ચઢી છે. એક યુઝરે તો ટ્વીટર પર એક કોલાજ તસ્વીર શેર કરી હતી. જેમાં ધોની, રોહિત અને હાર્દિક પંડ્યાની તસ્વીર પોતાની પત્નિ અને આઈપીએલ ટ્રોફી સાથેની છે. પરંતુ અનુષ્કાની તસ્વીર તેમાં નિરાશ વદનની બતાવી છે.
એક યુઝર્સની અનુષ્કા શર્માની એક તસ્વીર શેર કરી છે કે, જેમાં તે સ્ટેડિયમમાં નજર આવી રહી છે અને તે કોહલીની ચિયર કરતી નજર આવી રહી હતી અને ફ્લાઈંગ ક્સિ આપી રહી છે. જેમાં તેણે લખ્યુ હતુ કે, અનુષ્કા શર્માની ફ્લાઈંગ ક્સિ કોઈ કામ ના આવી