- એનઆઇએની પૂછપરછમાં થયો મોટો ખુલાસો.
નવીદિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની મોટી કબૂલાત સામે આવી છે. લોરેન્સે કબૂલાત કરી છે કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેના ટોપ ટેન ટાર્ગેટ લિસ્ટમાં નંબર વન પર છે. તેણે કહ્યું કે તે કોઈપણ કિંમતે સલમાન ખાનને મારી નાખવા માંગે છે. આ સિવાય તેણે તે લોકોના નામ પણ આપ્યા છે જે તેના ટોપ-૧૦ લિસ્ટમાં સામેલ છે. ત્રીજા નંબર પર મનદીપ ધાલીવાલ છે, જેની ગયા વર્ષે ઓગસ્ટમાં હત્યા કરવામાં આવી હતી.
પોતાના બીજા ટાર્ગેટનો ઉલ્લેખ કરતા બિશ્ર્નોઈએ શગુનપ્રીતનું નામ લીધું છે. શગુનપ્રીત પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની મેનેજર છે. લોરેન્સના જણાવ્યા મુજબ, શગુનપ્રીતે શૂટર્સ એટલે કે લોરેન્સની ખૂબ નજીકના વિકી મુદ્દુખેડાના હત્યારાઓને ખારરમાં છુપાઈ જવા મદદ કરી હતી.
લોરેન્સ બિશ્ર્નોઈએ એનઆઇએને જણાવ્યું કે મનદીપ ધાલીવાલ પણ તેમના નિશાના પર છે. તે મનદીપને મારવા માંગે છે કારણ કે તેણે વિકી મુડુખેડાના હત્યારાઓને છુપાવવામાં પણ મદદ કરી હતી. ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં ઓગસ્ટ ૨૦૨૨માં મનદીપની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સના કહેવા પ્રમાણે, કૌશલ ચૌધરી તેની દુશ્મન ગેંગ છે અને કૌશલ ચૌધરીએ માત્ર વિકી મુદ્દુખેડાના હત્યારા ભોલુ શૂટર, અનિલ લથ અને સની લેફ્ટી ને હથિયારો પૂરા પાડ્યા હતા.
લોરેન્સે કહ્યું કે બંબીહા મારી જાણીતી દુશ્મન ગેંગ છે, દેવેન્દ્ર બંબીહાના મૃત્યુ બાદ તેની ગેંગ સુખપ્રીત સિંહ ઓપરેટ કરે છે. મારા નજીકના મિત્ર અમિત શરણની હત્યા પાછળ સુખપ્રીત સિંહનો હાથ છે. લોરેન્સના જણાવ્યા મુજબ, લકી પટિયાલ મારી દુશ્મન ગેંગ છે, લકીના કહેવા પર જ મારા નજીકના મિત્ર ગુરલાલ બ્રારની હત્યા કરવામાં આવી હતી. તેણે વિકી મુદ્દુખેડાના શૂટર્સ અને રેસીઝને છુપાવવામાં મદદ કરી હતી.
લોરેન્સે પૂછપરછમાં રમી મસાનાનું નામ પણ લીધું છે. તેણે કહ્યું છે કે તે તેના પિતરાઈ ભાઈ અમનદીપની હત્યાનો બદલો રમી મસાનાની હત્યા કરીને લેશે. તેણે કહ્યું કે રમી તેના વિરોધી જૂથ ગોન્ડર ગેંગનો શૂટર છે.
લોરેન્સ બિશ્ર્નોઈએ તપાસ એજન્સીને જણાવ્યું કે, ગુરપ્રીત તેની દુશ્મન ગોંડર ગેંગનો કિંગપિન છે. જેણે તેના પિતરાઈ ભાઈને મારવા માટે રમી મસાનાને હથિયારો પૂરા પાડ્યા હતા. જે બાદ ગુરપ્રીત શેખો તેના ટાર્ગેટ લિસ્ટમાં છે.
ભોલુ શૂટર ઉપરાંત અનિલ લથ અને સની લેફ્ટી પણ લોરેન્સની ટોપ ટેનની યાદીમાં સામેલ છે. બિશ્ર્નોઈ કહે છે કે આ ત્રણેય કૌશલ ચૌધરીના શૂટર છે, જે તેના હરીફ જૂથ છે. ગેંગસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ ત્રણેએ ચૌધરીના કહેવા પર જ વિકી મુદ્દુખેડાની હત્યા કરી હતી.