જુનિયર એનટીઆરના ચાહકોએ થિયેટરમાં ફોડ્યા ફટાકડા, લાગી ભીષણ આગ

વિજયવાડા, વિજયવાડાના એક થિયેટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્યાં જુનિયર એનટીઆરની ૨૦૦૩ ની હિટ તેલુગુ ફિલ્મ સિંહાદ્રી ચાલી રહી હતી. તારકના જન્મદિવસ નિમિત્તે સિંહાદ્રી ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ચાહકો ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં આવ્યા હતા. વિજયવાડાના અપ્સરા થિયેટરમાં ફિલ્મ ચાલી રહેલા સિનેમા હોલની બે હરોળમાં આગ ફાટી નીકળી હતી.

“આ ખૂબ જ દુ:ખદ છે. થિયેટરના માલિકને કેટલાક અનિયંત્રિત ચાહકોના ત્રાસનો સામનો કરવો પડે છે, ”એક ચાહકે ટ્વિટ કર્યું. “આવું વર્તન સહન કરી શકાતું નથી. મિલક્તના નુક્સાન માટે કોણ ચૂકવણી કરશે?” બીજાએ ઉમેર્યું.

સિંહાદ્રીનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે જુનિયર એનટીઆર સાથેનો તેમનો બીજો સહયોગ હતો. તેમના જન્મદિવસના અવસર પર ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. ઘણા ચાહકો ફિલ્મને ફરીથી જોવા અને તારકની ઉજવણી કરવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા. આ દરમિયાન જુનિયર એનટીઆર તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતાની માત્ર જાન્હવી કપૂર સાથે દેવરા જ નથી પરંતુ હૃતિક રોશન સાથે વોર ૨ પણ છે.

ફિલ્મમાં જુનિયર એનટીઆર ઉપરાંત ભૂમિકા ચાવલા, અંક્તિા અને મુકેશ ૠષિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ૦૯ જુલાઈ ૨૦૦૩ના રોજ રીલિઝ થયેલી આ મસાલા ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મને હિન્દીમાં ‘યમરાજ એક ફૌલાદ’ તરીકે ડબ કરવામાં આવી હતી. ફિલ્મના રિ-રિલીઝના પ્રસંગે જુનિયર એનટીઆરના ચાહકોએ આખો માહોલ બનાવી દીધો હતો. તેલુગુ ભાષી રાજ્યોમાં પોતાની રીતે ફિલ્મનું પ્રમોશન કર્યું. એવી શક્યતા છે કે ‘સિમહાદ્રી’ આગામી કેટલાક વર્ષો સુધી મજબૂત કમાણી કરવાનું ચાલુ રાખશે.