વર્ષોથી દે.બારીઆ બસ સ્ટેન્ડની દુકાનોમાં ખંભાતી તાળા વધુ ભાડા હોવાથી વેપારીઓને પોસાતા નથી

દે.બારીઆ,
દે.બારીઆ બસ સ્ટેન્ડ મથકમાં આવેલી છ ઉપરાંત દુકાનોનું ઉત્તરોતર નિગમ દ્વારા ભાડા વધારવામાં આવતા વેપારીઓને ખોટના ધંધા જણાતા વર્ષોથી દુકાનો ઉપર તાળા વાગેલા છે. ત્યારે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, ઓછા ભાવના ભાડા રાખવામાં આવે તો વેપારીઓને પોષાય અને મુસાફરોને બહાર ખરીદી અર્થે ન જવું પડે અને બસ મથકમાંથી આવશ્યક ચીજવસ્તુઓ હાથવગી બને તેમ છે. આથી આગામી સમયમાં એસ.ટી.નિગમ દ્વારા દુકાનોના ભાડા દર વ્યાજબી રાખવામાં આવે તેમ છે. અને દુકાનોની સ્પર્ધામાં વેપારીઓ મોટી સંખ્યામાં ભાગ લઈને આવક પણ નિગમને પ્રાપ્ત થાય તેમ છે.

આથી પાંંચ-છ વર્ષ પૂર્વે દે.બારીઆ બસ સ્ટેન્ડ નવિન બનાવવામાં આવ્યું છે. જે તે સમયે મુસાફરોને જરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે અને આ વસ્તુનું વેચાણ અર્થે ૬ દુકાનો તેમજ ૧ એસ.ટી.ઉપહારગૃહની વ્યવસ્થા સાથે અદ્યતન દુકાનો બનાવવામાં આવેલી છે. મુસાફરો દ્વારા વસ્તુઓની ખરીદી થઈને એસ.ટી.નિગમે વધુ આવક મળી શકશે તેવા હેતુ સાથે બસ સ્ટેન્ડમાં દુકાનો નિર્માણ થતાં શ‚આતમાં મુસાફરોને ઉપયોગી દુકાનો નિવડતી હતી. અને થોડા મહિના માટે દુકાનો કાર્યરત રહી હતી. પરંતુ વખતોવખત નિગમ દ્વારા દુકાનોના ભાડા વધારવામાં આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓને પરવડી શકતું નથી. એક તરફ મુસાફરો દ્વારા ખરીદી ઓછી થતાં વેપારીઓને આવક ઉત્તરોતર ધટતી જઈ રહી હતી. તો બીજી તરફ નિગમ દ્વારા કમરતોડ ભાડા રાખવામાં આવતાં અને આવક પણ મર્યાદિત રહેતા ખોટનો ધંધો જણાતા વેપારીઓએ પોતાનો ધંધો સમેટી લીધો હતો. જેના કારણે છેલ્લા ધણા વર્ષોથી રાત-દિવસ મુસાફરોથી ધમધમતા બસ સ્ટેન્ડમાં દુકાનો ઉપર ખંભાતી તાળા લાગેલા જોવા મળે છે. મુસાફરોને સુવિધા ન મળતાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે કેટલાક વેપારીઓ અહીં ધંધો કરવા ઈચ્છા દર્શાવે છે. પરંતુ કમરતોડ ભાડા હોવાને કારણે વેપારીનો સાહસ કરવાનું ટાળે છે. જો નિગમ દ્વારા વ્યાજબી ભાડા રાખવામાં આવે તો પૂન: દુકાનો કાર્યરત થઈને બસ મથકની રોનક આવે તેમ જોવા મળે છે. વેપારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ આગામી સમયમાં જો ઉપહારગૃહનું ભાડું લગભગ ૨૦ થી ૨૫ હજાર હશેે. તે ભાડુ વેપારીને પરવડે તેમ નથી અને ગણતરીના દિવસમાં ખાલી કરી દેવાની નોબત આવે તેમ છે. કારણ કે રૂ . ૪૦ થી ૫૦ હજારનું ટારગેટ રાખવું પડે ત્યારે દુકાન ઈચ્છુક વેપારીઓ ઈચ્છા કરી રહ્યા છે કે, ફરી જો છ દુકાનોની ટેન્ડર પ્રક્રિયા થાય અને વેપારીઓ માટે ભાડું ૫,૦૦૦ની મર્યાદામાં રાખવામાં આવે તો વેપારીઓને પોષાય તેમ છે. બીજી તરફ છેલ્લા લાંબા સમયથી તમામ દુકાનો બંધ રહેવાના કારણે એેસ.ટી. આવક થી વંચિત રહેલ છે. ત્યારે વેપારી ભાઈઓ ખોટ ખાઈને વેપાર તો કરવાના નથી. જેથી એસ.ટી.વિભાગીય કચેરી આ અંગે ફરી વિચાર કરી ઓછા ભાડાનેા ભાડુ રાખી ટેન્ડરની પ્રક્રિયા ફરી બહાર પાડે તો ઈચ્છુક વેપારીઓ અવશ્ય ધંધા માટે દુકાનો લેવાનું વિચારી શકે અને મુસાફરોને એસ.ટી.સ્ટેન્ડ માંથી બહાર ખરીદી કરવા જવું પડે છે. તે બંધ થશે અને એસ.ટી. વિભાગને પણ ઓછાવત્તા ભાડાની આવક થશે તેવા પ્રયત્નો કરવાના રહ્યા તેમ વેપારીઓ ઈચ્છી રહ્યા છે.