કેદારનાથ બાદ હવે ખ્વાજાના દરબારમાં પહોંચી સારા અલી ખાન, આગામી ફિલ્મ માટે માંગી દુઆ

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને અજમેરમાં ફેમસ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની જિયારત કરી. ત્યારે તેણે દરગાહમાં હાજિરી આપીને આવનારી ફિલ્મ ’જરા હટકે જરા બચકે’ની સફળતાની દુઆ માંગી. અજમેર મજાર પર સારાના પહોંચવાની ખબર સાંભળીને પ્રશંસકોની ભીડ ઉમટી પડી. દરગાહમાં જિયારત કર્યા બાદ સારા વિક્કી કૌશલની સાથે અજમેરના રામસર ગામ પહોંચી.

અભિનેત્રી સારા અને અભિનેતા વિક્કી કૌશલનું અજમેર જિલ્લાના નસીરાબાદ ઉપખંડમાં રામસર ગામ પહોંચવા પર ગામના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામીણો દ્વારા વિક્કી કૌશલને માળા અને રાજસ્થાની સાફો પહેરાવ્યો હતો. વિક્કી અને સારા રામસર ગામના જે પરિવારને મળવા પહોંચ્યા તેમાં ૧૮૫ સદસ્ય છે.

દરેક સદસ્ય એક સાથે મળીને રહે છે. પરિવારના મુખિયા ભંવરલાલ માલી છે જે પરિવારના દરેક નિર્ણય લે છે. પરિવારના મુખિયા ભંવરલાલ માલીના દાદાએ સંયુક્ત પરિવારમાં રહેવાની સીખ આપી હતી. સારા અને વિક્કીની અપકમિંગ ફિલ્મ ’જરા હટકે જરા બચકે’ પણ એક સંયુક્ત પરિવારની સ્ટોરી પર આધારિત છે.

લક્ષ્મણ ઉટેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૨ જૂન ૨૦૨૩એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રોમાંસ, ડ્રામા અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં વિક્કી કૌશલે કપિલની ભુમિકા નિભાવી છે. જ્યારે સારા અલી ખાનને સૌમ્યાનું પાત્ર નિભાવ્યું છે. ફિલ્મમાં કપિલ અને સૌમ્યા એક બીજા સાથે લડે છે પછી વાત તલાક સુધી પહોંચી જાય છે.

ફિલ્મમાં સહપરિવાર ડિવોર્સ હોવાનો ઉલ્લેખ થાય છે. આ ફિલ્મમાં રાકેશ બેદી, શારિબ હાશમી, નીરજ સૂદ અને અન્ય કલાકાર પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મના પ્રમોશન માટે સારા અલી ખાન અને વિક્કી કૌશલ કાલે રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચી રહ્યા છે.