ગોધરા પાલિકાના સફાઈ અને પવડીના કર્મચારીઓના ત્રણ માસનો પગાર ન કરતાં ના.લેબર કમિશ્ર્નર કચેરી ખાતે પહોંચી લેખિત રજુઆત કરી

  • વેતન ન ચુકવતા ફોજદારી ગુન્હો નોંધાવા રજુઆત.

ગોધરા, ગોધરા નગર પાલિકાના સફાઈ તેમજ પવડી વિભાગના 400 ઉપરાંત કર્મચારીઓના ફેબ્રુઆરી માસથી પગાર નહિ કરતાં કર્મચારીઓ દ્વારા પાલિકા કચેરી ખાતે હોબાળો કરવામાં બાકી પગાર અંગે પાલિકા સત્તાધિશોએ જવાબ નહિ આપતાં કર્મચારીઓ ના.લેબર કમિશ્ર્નર કચેરી ખાતે જઈ લેખિત રજુઆત કરી.

ગોધરા નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓ તેમજ પવડી વિભાગના 400 ઉપરાંત કર્મચારીઓના ફેબ્રુઆરી માસ થી પગાર આપવામાં આવ્યો નથી. કર્મચારીઓના પગાર નહિ આપવામાં આવતા કર્મચારીઓ દ્વારા પાલિકા કચેરી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. પાલિકાના સત્તાધિશો દ્વારા બાકીના વેતન અંગે યોગ્ય જવાબ નહિ આપતાં તમામ સફાઈ કર્મચારીઓ નાયબ લેબર કમિશ્ર્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. કર્મચારીઓના યુનિયનના પ્રતિનિધી તેમજ પાલિકા પ્રતિનિધીઓની હાજરીમાં ના.લેબર કમિશ્ર્નરને કર્મચારીઓને ફેબુ્રઆરી મહિના થી પગાર નહિ કરવા બદલ ગોધરા નગર પાલિકા સામે ક્રિમીનલ કેશ કરવા ના. લેબર કમિશ્ર્નરને લેખિત રજુઆત કરી માંગ કરવામાં આવી. એપ્રિલ માસનો પગાર આગામી 10 દિવસના કર્મચારીઓને નહિ આપવામાં આવતાં ફોજદારી ગુન્હો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ.