બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં આવેલા ખાડીવાવ ખાતે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ-2019માં મહિસાગર જિલ્લામાં જીઆઈડીસી સ્થાપના કરવા માટે જાહેરાત કરી હતી. જે બાબતને 4 વર્ષ જેટલો સમય વિતી ગયા બાદ ફરી ડબલ એન્જિન સરકારના મુખ્યમંત્રીએ ફરી જાહેરાત કરતા કઈ બાજુ જીઆઈડીસી બનશે તે પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લામાં સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી રહે તે માટે વર્ષ-2019માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેનુ ઓનલાઈન ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. જે બાદ વર્ષ-2023 સુધી આ જીઆઈડીસી ચાલુ ન થતાં હાલમાં વિધાનસભા ગૃહમાં હાલના ડબલ એન્જિન સરકારના મુખ્યમંત્રીએ ફરી મહિસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ફરી જાહેરાત કરતા જીઆઈડીસી બનશે નહિ તે તાલુકાવાસીઓમાં ચર્ચાનુ હતુ. બોકસ બાલાસિનોર ખાતે વર્ષ-1972માં જીઆઈડીસીની સ્થાપના કરાઈ હતી. બાલાસિનોર ખાતે સને 1972ની સાલમાં ઈન્દિરા ગાંધીના વરદ હસ્તે આસપાસના લોકોને રોજગારીની તકો મળી રહે માટે સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ બાલાસિનોરના જીઆઈડીસીમાં હાલ માત્ર મિનરલ્સ અને સો-મીલના ધંધા ચાલી રહ્યા છે. જયારે અન્ય પ્લોટ માત્ર રોકાણ માટે રખાયા હોય તેમ વર્ષોથી ખાલીખા પડતા હાલ બાલાસિનોર જીઆઈડીસીમાં રોજગારીની તકો ન મળતા આસપાસના યુવાનો અન્ય શહેરોમાં રોજગારી મેળવવા જવાની ફરજ પડી છે.