સાલ્વાડોર, મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, અલ સાલ્વાડોરમાં સ્થાનિક ટીમ આલિયાન્ઝા અને FAS વચ્ચે મેચ ચાલી રહી હતી. મેચ જોવા ગેટ પર ભીડ ઉમટી પડી હતી. આલિયાન્ઝા અને FAS એ મધ્ય અમેરિકન દેશની સૌથી લોકપ્રિય ફૂટબોલ ટીમોમાંની એક છે. કેટલાક લોકો બળજબરીથી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
અમેરિકાની નેશનલ સિવિલ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને ૯ લોકોના મોતની પુષ્ટિ કરી છે. સુરક્ષા એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે ૨ લોકોની હાલત ગંભીર છે. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે પોલીસ દ્વારા ઘાયલોની સંખ્યા જણાવવામાં આવી નથી. સાલ્વાડોરના આરોગ્ય પ્રધાન ફ્રાન્સિસ્કો આલ્બીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી ટીમો સ્ટેડિયમની બહાર તૈનાત છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ૨૦૧૭ માં, સેનેગલના ડકારમાં ફૂટબોલ લીગ કપ ફાઇનલમાં સ્ટેડિયમમાં નાસભાગમાં આઠ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.