બાઈડેને પીએમ મોદીને કહ્યું કે મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે.

ટોકયો, જાપાનના શહેર હિરોશિમામાં જી-૭ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્ર્વના ટોચના નેતાઓને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ કવાટ સમિટમાં ભાગ લીધો હતો, જેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ હાજરી આપી હતી.અહીં ફરી એકવાર બાઈડેન અને પીએમ મોદી વચ્ચેની બેઠકમાં એ જ ઉષ્મા જોવા મળી જે ગત વખતે જોવા મળી હતી. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. બાઈડેનના પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે અમેરિકામાં તમારી ઘણી લોકપ્રિયતા છે. તેણે પીએમ મોદીને કહ્યું કે મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે.

આ દરમિયાન બાઈડેને પીએમ મોદીને કહ્યું, ‘તમારા પગલાં બતાવે છે કે લોકશાહી મહત્વપૂર્ણ છે. તમે મારા માટે સમસ્યા સર્જી રહ્યા છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનરનું આયોજન કર્યું છે. દરેક વ્યક્તિ દેશભરમાંથી તેમા આવવા માંગે છે. મારી પાસે ટિકિટો ખતમ થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે હું મજાક કરી રહ્યો છું, પણ મારી ટીમને પૂછો. મને એવા લોકોના ફોન આવી રહ્યા છે જેમના વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. ફિલ્મ કલાકારોથી લઈને સગાંસંબંધીઓ સુધી, તમે ખૂબ જ લોકપ્રિય છો.”

બાઈડેન અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘વડાપ્રધાન, તમે ક્વાડમાં અમે શું કરી રહ્યા છીએ તે સહિત દરેક વસ્તુ પર નોંધપાત્ર અસર કરી છે. તમે આબોહવા પરિવર્તન તરફ પણ મૂળભૂત પરિવર્તન લાવ્યા છો. ઈન્ડો-પેસિફિકમાં તમારો પ્રભાવ છે. તમે પરિવર્તન લાવી રહ્યા છો.

આ પછી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનિસે કહ્યું કે સિડનીમાં યોજાનાર પીએમ મોદીના સ્વાગત સ્થળની ક્ષમતા ૨૦ હજાર લોકોની છે અને તે પણ ઓછી પડી રહી છે, પરંતુ તેમ છતાં, તેમને સતત વિનંતીઓ મળી રહી છે, જેને તેઓ પૂર્ણ કરવામાં અસમર્થ છે. માટે શક્ય નથી. વડાપ્રધાન અલ્બેનિસે એ સમયને યાદ કર્યો જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯૦,૦૦૦ થી વધુ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેના પર જો બાઈડેને પીએમ મોદીને કહ્યું કે મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.