નોટ બંધ કરવાથી ફરી આતંકવાદ વધશે…આરબીઆઇના ૨૦૦૦ની નોટ પ્રતિબંધ પર કેઆરકેનો કટાક્ષ

મુંબઇ, બોલિવૂડની અંદર દ્ભઇદ્ભ એક એવો અભિનેતા છે કે, જે દરેક વખતે વિવાદને પોતાની સાથે લઈને જ ચાલે છે. કદાચ એવું લાગે છે કે, એ વિવાદ ઉભો ન કરે તો તેને ચેન પડતું નહિ હોય, પોતે કોઈને કોઈ મોકો શોધતો હોય કે વિવાદ ઉભો થાય કે તેની ચર્ચા થાય, હવે સરકારે ગઈકાલે ૨૦૦૦ની ચલણી નોટ બંધ કરવાનો નિર્ણય લીધો, તો આજે તેણે પોતાના ટ્વિટના માધ્યમથી આ નિર્ણયની કોમેન્ટ પાસ કરી હતી.

૨૦૧૬ની નોટબંધી બાદ જે ૨૦૦૦ની નોટો છાપી હતી તે હવે બંધ થવા જઈ રહી છે. જે નોટો વિશે દાવો કરવામાં આવ્યો હતો કે, તેમાં એવી ચિપ હશે કે જો કોઈ વ્યક્તિ કાળું નાણું એકત્રિત કરવા માંગશે તો પણ તે કરી શકશે નહીં. ટ્રેકિંગ દ્વારા, શોધવાનું શક્ય બનશે કે નોટો ક્યાં છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

શુક્રવારે આરબીઆઇ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. RBI એ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, ૨૦૦૦ની નોટો પાછી ખેંચી લેવામાં આવશે. આ માટે જનતાને સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ રશીદ ખાને પણ આ મામલે કટાક્ષ કર્યો છે.

લાંબા ટ્વીટમાં કેઆરકેએ વરિષ્ઠ પત્રકાર સુધીર ચૌધરી પર કટાક્ષ કર્યો છે. તેણે લખ્યું, ’ભાઈજાન સુધીર ચૌધરી, ૨૦૦૦ રૂપિયાની નોટમાં જે ચિપ છે, તેનાથી જ તો સરકાર તમામ માહિતી મેળવી રહી હતી અને કાશ્મીરમાં આતંકવાદનો અંત આવી ગયો હતો. હવે સરકાર એ નોટને જ બંધ કરી રહી છે. તો ભાઈ આ આતંકવાદ તો ફરી વધી જશે. તો કંઈક કરો ભાઈ, સરકારને આ નોટોને બંધ કરતા રોકો.’

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે નવી ૨૦૦૦ની નોટ રજૂ કરવામાં આવી હતી, ત્યારે તેના વિશે ઘણા દાવા કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, માત્ર કેઆરકે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેનો ઉલ્લેખ કરીને પ્રશ્ર્નો પૂછી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ’ભાઈ તે ચિપ બરાબર કામ કરી રહી ન હતી, તેથી નોટ પાછી માંગી રહ્યા છે.’ અન્ય એક યુઝરે કેઆરકેની નિંદા કરતા લખ્યું, ’જો કોઈ તમારું બોલવાનું બંધ કરાવી દે તો, ઓછામાં ઓછું અવાજનું પ્રદૂષણ તો ઘટશે. આમ જોવા જઈએ તો, તમારી અંદર પણ બે-ચાર ચિપ્સ ફિટ લાગે છે, તેથી જ તમે આટલા બધા કુદકા મારતાં રહો છો.’