દાહોદ, ગરબાડા તાલુકાના ભે ગામે ઘાસની ગાંસડીયો ભરેલા લોડીંગ વાહનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતા ઘાસની ગાસડીઓ સાથે સંપૂર્ણ લોડિંગ વાહન બળીને રાખ થઈ જતા વાહન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.ત્યારે આ બનાવમાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભે ગામના સગા ફળિયામાં ઘાસની ગાસડીઓ ભરીને આવી રહેલા લોડીંગ વાહનમાં શોર્ટ સર્કિટના કારણે ઓચિંતી આગ ફાટી નીકળતા લોડીંગ વાહનના ચાલક સમય સૂચકતા વાપરી વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો. અને કોઈ કંઈક સમજે તે પહેલા આગે જોત જોતામાં પ્રચંડ રૂપ ધારણ કરતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ભર્યા હતા પરંતુ આગની વિકરાળ અગન જવાળાઓના લીધે બધા પ્રયાસો નિરર્થક સાબિત થયા હતા.ત્યારબાદ આગના બનાવના પગલે ભે ગામના જોડતા રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી લોકોના ટોળાને વેર વિખેર કરી માર્ગને બંધ કરી દીધો હતો.થોડીક વારમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી તે દરમિયાન ઘાસની ગાંસળીઓ ભરેલો સંપૂર્ણ લોડીંગ ટેમ્પો સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયો હતો. જોકે ફાયર ની ટીમ આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઓલવી દીધી હતી. આ આગના બનાવમાં ચાલકનો બચાવ થયો હતો જ્યારે વાહન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.