દાહોદ, સંજેલી તાલુકામાં આવેલ જુસ્સા ગ્રામ પંચાયતનું નવીન પંચાયતના ઘરનું ખાતમુર્હુત તારીખ -21/05/2023 ના રોજ 129 ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઇ કટારા હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ કે.સંગાડા તેમજ ભાભોર માનસિંહ, રાવત માનસિંગભાઈ વિશેષ અતિથી ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન ગ્રામ પંચાયત ઘરના ખાત મુહુર્ત માં ગામના સરપંચ રાવત માનસિંહભાઈ રાવત, ડે. સરપંચ ગુલાબભાઈ નિસરતા, માવજીભાઈ રાવત, પ્રભાતભાઈ રાવત તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત એ ગામના વિકાસ માટે પાયાની સંસ્થા હોવાથી ગામની અંદર નવીન ગ્રામ પંચાયત નું ખાત મુહુર્ત કરતા જુસ્સા ગામના લોકોમાં એક અનેરો આનંદ જોવા મળતો હતો અને પાયાની જરૂરિયાત અને તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહે એ આશયથી લોકોમાં એક ખુશીનું વાતાવરણ જોવા મળતું હતું. આમ આજરોજ ગ્રામ પંચાયત જુસ્સા ના નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.