દાહોદ, તારિખ 20/05/2023 ના રોજ લાલપુર થી પિટોલ આવતી બસમાં એક મુસાફર ધ્રોલ થી સંતરામપુરનું રિઝર્વેશન કરાવેલ. તારિખ 21/05/2023ના રોજ સંતરામપુર આવતા મુસાફર પોતાનો કિંમતી સામાન તેમજ રોકડ 75000 પંચોતેર હજાર પૂરા ભૂલી ઉતરી ગયેલ. અડધા કલાક પછી અચાનક યાદ આવતા ઝાલોદ ડેપો ના ક્ધટ્રોલર વી એસ સૈયદ ને સંપર્ક કરતા પીટોલ લાલપુર બસ ઝાલોદ ડેપો ખાતે આવતા ટીસી વી એસ સૈયદ તેમજ એ ટી આઇ મુકેશ ભાઈ પટેલ દ્વારા શોધખોળ કરતા બસ માંથી થેલો મળી આવેલ. થેલા માં ચેક કરતા 75000, રૂપિયા તેમજ કિંમતી સામાન બસ માં થી મળી આવેલ. જે મૂળ માલિક ના પુરાવા ની ખરાઈ કરી તેમજ ટિકિટ મેળવી સહી સલામત યુનિયન ના આગેવાન રાકેશ ભાઈ કમોળ ની હાજરી માં સુપરત કરેલ. મુસાફર દ્વારા ઝાલોદ ડેપો ના ડેપો મેનેજર તેમજ ટી સી અને એ ટી આઈ તેમજ ફરજ પરના ડ્રાઈવર પી ડી પગી બેઝ નંબર 705 સંતરામપુર ડેપો તેમજ ક્ધડક્ટર કે.ડી. પટેલ બેઝ નંબર 1305 તેમજ એસટી નિગમ નો ખૂબ ખૂબ આભાર માનેલ.