ઘોઘંબા પાધોરા ટેકરા ફળિયા માં પાણીથી કંટારેલી મહિલાઓ એ તાલુકા પંચાયત માં માટલા ફોડ્યા

ધોધંબા, ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પાધોરા ગામે ટેકરા ફળિયામાં અંદાજીત 25 એક જેટલા ઘરો આવેલા છે અહીં રહેતા લોકોને પાણી માટે દૂર દૂર સુધી ખાનગી માલિકોના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે સરપંચ ને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ ના થતા મહિલાઓ દ્વારા આજરોજ પાણીના માટલા ઘોઘંબા તાલુકા કચેરી સામે ફોડ્યા હતા.

પાધોરા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં યોજનાનું કામ ડુંગર ફળિયાને છોડીને બીજા ફળિયામાં કરવામાં આવ્યું છે આ કામ પણ અધૂરૂં છે ફળિયાના હેડ પંપ તથા બોર બંધ હોય મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. ટેકરા ફળિયાની 40 એક જેટલી મહિલાઓએ આજે ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે આવી માટલા ફોડી ટેન્કર દ્વારા પાણી આપવાની રજૂઆત કરી હતી.