આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયાએ મહીસાગર જીલ્લામાં કાર્યકર્તાઓની મુલાકાત લઈ સભા યોજી ગામે ગામ હનુમાન ચાલીસ કેન્દ્રો શરૂ કરવા આહવાન કર્યું

મલેકપુર, આંતરરાષ્ટ્રીય હિન્દી પરિસદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મહીસાગર જીલ્લાની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓ સાથે સંમેલન યોજયું હતું મધ્ય પ્રદેશ થી પરત અમદાવાદ જતા રસ્તામાં તેઓ મહીસાગર જીલ્લામાં રોકાયા હતા ગત રાત્રીએ તેઓએ ખાનપુર તાલુકાના બડેસરા ખાતે સંમેલન યોજી રાત્રી રોકાણ કર્યું હતું જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ આજે તેઓએ જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સંમેલન યોજયું હતું જેમાં સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા, આજણવા ત્યાર બાદ વીરપુર તાલુકાના ડેભારી વીરપુર નાળ ખાતે પણ સંમેલન યોજયું હતું અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને હિન્દૂ ધર્મને વિસ્તારમાં તેમજ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટે આહવાન કર્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ અને અને વિવિધ હિન્દૂ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશથી ઇન્દોર, ઉજ્જૈન અને જાંબુઆની સભા કરીને કર્ણાવતી જતા રસ્તામાં મહીસાગરના લોકોને કાર્યકર્તાને મળતા મળતા આજે મહીસાગરના બધાજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ,રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાનું એક સંમેલન થયું અને આ સંમેલન ગામડે ગામડે અને શહેરોમાં કોલોનીઓમાં દર અઠવાડિયે હનુમાન ચાલીસ કેન્દ્ર શરૂ કરવા અને આ કેન્દ્રના માધ્યમથી દેશમાં એક લાખ હનુમાન ચાલીસ કેન્દ્ર અને બે કરોડ લોકોને જોડી અને આ બધા લોકોની સુરક્ષા,સમૃદ્ધિ,સમ્માન,સ્વાસ્થ્ય બાળકોની ટેલેન્ટ વધે મહિલા સુરક્ષા એવી બોઉજ મોટા પાયા પર ટ્રેનિંગની યોજના શરૂ કરી છે અહીંયા બોઉજ મોટા પ્રમાણમાં ટેકો છે અને ગામને ગામડે હનુમાન ચાલીસા શરૂ થવાની યોજના આજે બની છે હિન્દૂ હી આગે, સમૃદ્ધ હિન્દૂ, સુરક્ષિત હિન્દૂ, સમ્માન યુક્ત હિન્દૂ એ આપડો લક્ષ અને આપડી યોજના છે.