ગોધરા, ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં પરિણીતાને માનસિક ત્રાસ આપીને ત્રિપ્લ તલાક આપી દેતા શહેર ઇ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેરના ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં રહેતા રિહાના ગુલાબ હૈદર ચાંદાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓની પુત્રી નસરીનના લગ્ન આજથી એક વર્ષ અગાઉ હમીરપુર રોડ પર આવેલી મક્કી મસ્જિદ પાસે રહેતા ફૈસલ સુલેમાન મોહન સાથે થયા હતા, લગ્ન બાદ ફૈસલ મોહનને ગમતી ન હોય અવારનવાર તેઓ વચ્ચે તકરાર અને ઝઘડા થતાં હતા, એકમાસ અગાઉ ફૈસલ મોહને નસરીનને ઘરમાંથી ઝઘડો કરીને મોકલી દીધા હતા, જેને લઇને નસરીન તેની માતા રિહાના સાથે રહેતા હતા, ગત 19 તારીખે રિહાનાબેન તેઓની પુત્રી સાથે શુક્રવાર કરવા માટે ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં આવેલ ઝકરિયા મસ્જિદ પાસે રહેતા પોતાના માતાના ઘરે ગયા હતા, જે અરસામાં ફૈસલ મોહન તેની માતા શકીના સાથે આવ્યો હતો, અને બૂમાબૂમ કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો, અને રિહાનાબેનને જણાવ્યું હતું કે નસરીનને બહાર બોલાવો, તેમ જણાવતા રિહાનાબેને નસરીનને બહાર બોલાવતા ફૈસલ મોહને જણાવ્યું હતું કે મારે બીજી શાદી કરવાની છે, તેમ જણાવી ત્રણવાર તલાક બોલીને ત્રીપ્લ તલાક આપી દીધા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે મુસ્લિમ મહિલા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.