ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે મહિલા પોલીસમથકે ફરીયાદ નોંધાવા પામી છે

ગોધરા, પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરમાં રહેતા એક મહિલાના લગ્ન ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં રહેતા સંતોશભાઈ મગનભાઈ ચૌહાણ સાથે સને 2018 માં થયા હતા, લગ્ન થયાના થોડા સમય સુધી તેઓના પતિએ તેઓ સાથે સારું રાખ્યું હતું, ત્યારબાદ પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ બંધાતા તેઓ પરિણીતાને ત્રાસ આપવા માંડ્યા હતા, સંતોષભાઈ ચૌહાણ પરિણીતા પર ખોટા શક અને વહેમ રાખીને માનસિક ત્રાસ આપતા હતા, તેમજ અપશબ્દો બોલીને ગડદા પાટુંનો માર પણ મારતા હતા, જ્યારે પરિણીતાના સસરા મગનભાઈ ચીમનભાઈ ચૌહાણ અને સાસુ કમુબેન મગનભાઈ ચૌહાણ પણ પરિણીતાને સતત મહેણા ટોના મારીને અપશબ્દો બોલીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, ત્યારે પરિણીતાએ કંટાળી જઈને ગોધરા મહિલા પોલીસમથકે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.