સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ૬૬ વીજચોરોને ઝડપી પડાયા, લાખોમાં દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરનારની હવે ખેર નથી. PGVCLની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલીસ બંદોબસ્ત સાથે ૨૩ ટીમ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજાર, ધોળીધાર, મોચીવાડમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ.

તો ગ્રામ્ય પંથકમાં હરીપર, બાવળી, રાજસીતાપુરમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. પીજીવીસીએલની ટીમ ૯૭ કનેક્શન ચેકિંગ કરતાં ૬૬ વીજધારકો ચોરી કરતા ઝડપાયા છે. વીજળીની ચોરી કરનારા તત્વોને ૩૦.૪૫ લાખનો દંડ કરાયો છે. પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં પણ આ રીતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે