હાલોલના એસ.ટી. કર્મચારીએ કિંમતી મોબાઈલ પરત કરતા માલિકે પ્રમાણિકતાને બિરદાવી

ગોધરા,
ઝાલોદ થી ઉમરગામ જતી એસ.ટી.બસમાં મળી આવેલ કિંમતી મોબાઈલને જીવની જેમ સાચવીને સામેથી દાહોદ જીલ્લાના પીપલોદ ખાતે રહેતા માલિકને સંપર્ક કરી પરત આપવામાં આવ્યો હતો. આ પ્રમાણિક કર્મચારી સોલંકી વિરલસિંહને માલિકે આભાર વ્યકત કરવાની સાથે કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. એસ.ટી.વિભાગન કર્મચારીના કર્મચારીની આ ઉદાહરણરૂપ કામગીરીના પગલે પોતાની પસીનાના કમાણી માંથી ખરીદેલ કિંમતી મોબાઈલ મળતા માલિકે પણ ગદગદની લાગણી અનુભવી હતી.

પંચમહાલ દાહોદ જીલ્લાના મુસાફરો છેક દક્ષિણ ગુજરાતના અંતરીયાળ વિસ્તારોમાં મુસાફરી કરે છે. ખાસ કરીને બન્ને જીલ્લામાંથી કામ અર્થે તથા રોજગારી માટે રોજીદા આવનજાવન કરતા હોવાથી ગુજરાત એસ.ટી. નિગમની બસ આર્શીવાદ‚પ છે. જેનાથી રાત દિવસ મુસાફરોને પોતાના નિયત સ્થળે પહોચાડવા માટે સસ્તા દરે ઉપયોગ સાબિત થઈ રહી છે. જેના ભાગ‚પ બે-ત્રણ દિવસ પૂર્વે ઝાલોદ-ઉમરગામ બસમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે હાલોલ ડેપોના કંડકટર (૬૪૨૮) સોલંકી વિરલસિંહ પ્રવિણસિંહ ફરજ ઉપર હાજર હોવાથી તેઓને ખાલી બેઠક ઉપરથી એક કંપનીનો કિંમતી મોબાઈલ મળી આવ્યો હતો. જેની સરકારી કર્મચારી અને માનવતાની નેમ ધરાવતા વિરલસિંહ સોલંકી એ આ મોબાઈલ પોતાના કબ્જામાં રાખીને આગળના હાલોલ ડેપોમાં નિયમોનુસાર જમા કરાવ્યો હતો. ત્યારબાદ પીપલોદના ગામના રોહિત મુકેશકુમારને સામેથી જાણ કરીને તેઓનો મોબાઇલ સહિસલામત હોવાની જાણ કરાતા આ મોબાઈલ માલિકને હાશકારા સાથે ઈમાનદારી પૂર્વક પરત કર્યો હતો. જેના પગલે લાગણીશીલ થયેલ મોબાઈલ ધારકે ઈમાનદાર એસ.ટી. કર્મચારીને આભારની લાગણી વ્યકત કરી હતી. ગોધરાના વૃંદાવન નગરમાં રહેતા અને હાલોલ ડેપોના કંડકટર સોલંકી વિરલસિંહ પ્રવિણસિંહ એ સરકારી ફરજના ભાગ‚પની સાથે પ્રમાણિકતાના દર્શન કરાવીને કિંમતી સામાન મુસાફરને સલામત પૂર્વક પરત કરવામાં આવતાં હાલોલ ડેપોના મેનેજર પટેલ તથા અઝઈં દિવાન તથા સ્ટાફ તરફથી સોલંકી વિરલસિંહ ને હાર્દિક અભિનંદન ૫ાઠવીને તેઓની પ્રમાણિકતાને બિરદાવવામાંં આવી હતી. એટલું જ નહીં અમદાવાદ એસ.ટી.નિગમના ઉચ્ચ અધિકારીઓ એ પણ આ પ્રમાણિક કર્મચારીને બહુમાન કરવાનું નકકી કર્યું છે.