સીંગવડના સંજેલી ગામની મહિલા તલાટી કમ મંત્રીને વસ્તાર ન થતાં પતિએ ત્રાસ આપતાં ફરિયાદ

દાહોદ,પતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચારિત્ર્ય હિન સંબંધી વ્હેમ રાખી વસ્તારમાં છોકરો ન હોવાથી બીજી બૈરી લાવવા માટે મારઝુડ કરી છુટાછેડા આપવા માટે દબાણ કરી મારી નાખવાની ધાક ધમકી આપી ગુજારાત શારીરીક અને માનસિક ત્રાસથી અવારનવારનાં ત્રાસથી વાજ આવેલ 38 વર્ષીય તલાટી કમમંત્રીએ ન્યાયની દાદ માટે પોલીસ સ્ટેશને ના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.

તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતી સીંગવડ તાલુકાના સંજેલી ગામની શિતલબેન ઇલેશભાઈ સુરમાભાઈ ડામોરે ગત વર્ષ 2020 ના જાન્યુઆરી માસથી લઇને આજદીન સુધી તેના પતિ ઇલેશભાઈ સુરમાભાઈ ડામોરે તુ વગર ટાઇમે નેાકરી જાય છે અને વગર ટાઈમે આવેલ છે, તેમ કહી ખોટી રીતે તેના ઉપર ચારિત્ર્ય સંબંધી ખોટો આક્ષેપો મુકી ગાળો બોલી મારઝુડ કરી મારે બીજી બૈરી લવાવી છે, તારે વસ્તારમાં છોકરો નથી, તું મને છુટાછેડા આપી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આવપી પહેલે કપડે ઘરમાંથી કાઢી મુકતા શિતલબેન ડામોરે સીંગવડ ગામે પોતાના પિયરમાં જતી રહી હતી. આ સંબંધે હાલ સીંગવડ ગામે રહેતી શિતલબેન તેના પતિ ઇલેસભાઈ ડામોર વિરૂદ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઇપીકોક (498-ક), 504, 506-2 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.