- કેરળમાં ત્રણ હિન્દુ મહિલાઓની સાચી કથિત ધર્માંતરણ પર આધારિત પિક્ચર છે ઘ કેરેલા સ્ટોરી.
ઝાલોદ, ઘ કેરેલા સ્ટોરી પિક્ચર શાલિની, નીમા અને ગીતાંજલિ નામની ત્રણ મહિલાઓ પર આધારિત પિક્ચર છે. જે નર્સ બનવાના સપના સાથે ઘર થી દૂર કોલેજમાં અભ્યાસ માટે જાય છે. જ્યાં ત્રણે છોકરીઓની મુલાકાત આસીફા નામની મહિલા સાથે થાય છે. પિક્ચરમાં દર્શાવ્યા પ્રમાણે આસીફા પોતાના સાથીઓની મદદ થી ત્રણે હિન્દુ મહિલાઓને ધર્મ પરિવર્તન કરવા માટે બ્રેનવોશ કરતી હોય તેવું બતાવેલ છે.
આ ફિલ્મ ધર્મ પરિવર્તન પર આધારિત છે. ગુજરાતમાં હિન્દુ સંગઠનો દ્વારા આ પિક્ચરને કર મુક્ત કરવા પણ માંગ કરેલ છે, તેમજ ગુજરાતમાં ઘણી જગ્યાએ હિન્દુ સંગઠનના સામાજીક કાર્યકર્તાઓ દ્વારા આ પિક્ચર મહિલાઓને ફ્રી બતાવી રહેલ છે. જેથી હિન્દુ મહિલાઓ ધર્મ પરિવર્તન ન કરે તેના પર ભાર મૂકવા માટે આખા ભારતમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ મહિલાઓ મા હિન્દુ ધર્મ વિશે જાગૃતતા લાવવા પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે.
તારીખ 18-05-2023ના રોજ ઝાલોદ જય રામ મહિલા ગૃપ દ્વારા ઝાલોદ નગર અને આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ઘ કેરેલા સ્ટોરી પિક્ચર દાહોદ ખાતે લઇ જઇ ફ્રી બતાવવામાં આવી હતી. રામ મહિલા ગ્રૃપની મહિલાઓનો આશય હિન્દુ મહિલાઓ લોભ, લાલચ કે દેખાવમાં આવી ધર્મ પરિવર્તન ન કરે તે માટેનો છે અને જો હિન્દુ મહિલાઓ દ્વારા જો ધર્મ પરિવર્તન કરવામાં આવે તો કેવા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે તે આ પિક્ચર જોઈ મહિલાઓ સીખ લે તેવો છે. જેથી દરેક હિન્દુ મહિલાઓ ખોટા આડંબરમાં આવ્યા વગર પોતાના હિંદુ ધર્મને સાચવી રાખે તેવો આશય રામ મહિલા ગૃપનો છે.
જય રામ મહિલા ગૃપના જ્યોતિબેન જોષી, નિલેશ્ર્વરી પંચાલ, જાગૃતિબેન પંચાલ, વિજ્યાબેન અગ્રવાલ દ્વારા શોની ટીકીટની વ્યવસ્થા કરવામા આવી હતી. જેમા 156 બહેનોએ ધ કેરેલા સ્ટોરી પીચ્ચર દાહોદ મુકામે જોવાનો લાભ લીધો હતો. ઝાલોદનું અને આસપાસની બહેનોને સંકલન ડો. કિંજલબેન કોળી, પિનલબેન પંચાલ, શિલ્પબેન કટારા રાષ્ટ્રીય સેવિકા દુર્ગા વાહિની એકલ વિદ્યાલય દ્વારા આયોજન કરવામા આવ્યું હતું અને ફિલ્મ પછી જ્યોતિબેન દ્વારા બહેનોને જાગૃતિ વિષયક સુચનો કરવામાં આવ્યા હતા અને લવ જેહાદ વિરૂદ્ધ જાગૃત કર્યા હતા. આખો હોલ જય રામ, વંદેમાતરના નારા સાથે ગૂંજી ગયુ હતું.