ગોધરા ભુરાવાવ પાવર હાઉસ મકાન માંથી 36 હજારના ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપ્યો

ગોધરા, ગોધરા ભુરાવાવ પાવર હાઉસની બાજુમાં મકાન માંથીસ 36,705/-રૂપીયાના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ભુરાવાવ પાવર હાઉસની બાજુમાં રહેતા હિતેશ ઉર્ફે વિકકી રાજુભાઈ ડબગર પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતાં હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-41 અને બીયર ટીન નંગ-96 મળી કિંમત 36,705/-રૂપીયા સુધી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.