જાંબુધોડા, જાંબુધોડા તાલુકાના કણજીપાણી ગામના હાલ વડોદરા રહેતા 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના કણજીપાણી ગામના નરેન્દ્ર જશવંતભાઈ બારીયા ઉ.વ.20 જે હાલ વડોદરા ખાતે રહેતા હોય જેણે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે જાંબુધોડા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.