બ્રિજ ભૂષણનું ફરી વિવાદાસ્પદ નિવેદન, ૧૫ રૂપિયામાં વેચાય છે કુસ્તીબાજોએ જીતેલા મેડલ

નવીદિલ્હી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કોઈ પત્રકાર કુસ્તીબાજોએ જીતેલા મેડલ પરત કરવા અંગે પુછી રહ્યો છે. જેના પર બ્રિજભૂષણ શરણ સિંહ વિવાદીત ટિપ્પણી કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જો કે આ વીડિયોની સત્યતાની ચકાસણી કરતું નથી. જો કે, તેને રિયો ઓલિમ્પિકના મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક અને ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ તેમના સંબંધિત ટ્વિટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર શેર કર્યો છે. જે વીડિયોમાં બ્રિજભૂષણ મેડલ પાછા ના આપીને પૈસા પાછા આપવાની વાત કરી રહ્યા છે . જે બાદ તરત જ તે બોલે છે કે મેડલ્સ તો ૧૫ રૂપિયામાં મળે છે.

સાક્ષી મલિકના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયો પર લખવામાં આવ્યું છે કે, ‘આ માણસ કહી રહ્યો છે કે જે મેડલ માટે અમે બલિદાન આપ્યું તે ૧૫ રૂપિયામાં વેચાય છે.’ સાક્ષી મલિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘મેં નાનપણથી અખાડાની માટીને પોતાનો મિત્ર બનાવ્યો. મે મેડલ માટે બધું જ બલિદાન આપ્યું છે જેની કિંમત તેઓ ?૧૫ કહી રહ્યા છે. આપણા દેશમાં ચેમ્પિયનોની આ હાલત છે તે શરમજનક છે. મેં મારા દેશ માટે આ મેડલ જીત્યો છે, તેની કિંમત કોઈ ન લગાવી શકે.

આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા બજરંગ પુનિયાએ લખ્યું, ‘આ વ્યક્તિ જે મેડલની કિંમત ૧૫ રૂપિયા કહી રહ્યો છે, તે અમારી ૧૫ વર્ષની મહેનતનું પરિણામ છે. તમારા જેવા લોકોએ દાન આપ્યું નથી, તેઓ દેશ માટે જીતવા માટે લોહી અને પરસેવો રેડીને આવ્યા છે. જો તે છોકરીઓને રમકડાં અને ખેલાડીઓને માણસ માનતો હોત તો તેણે આવી વાત ન કરી હોત.

બજરંગે અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘આ મેડલ વર્ષોની મહેનત અને કરોડો દેશવાસીઓની પ્રાર્થનાના કારણે આવ્યો છે. જ્યારે અમે મેદાનમાં પ્રવેશીએ છીએ ત્યારે દેશવાસીઓ કામ છોડીને અમારા માટે પ્રાર્થના કરે છે. જ્યારે આપણા ગળામાં મેડલ મૂકવામાં આવે છે ત્યારે દરેક દેશવાસીની છાતી પહોળી થાય છે. આ મારા દેશ ભારતનો મેડલ છે, કોઈ તેની શું કિંમત ચૂકવશે ભાઈ!’ આ પછી બજરંગે તિરંગાનું ઈમોજી પણ પોસ્ટ કર્યું.

જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટે ટ્વીટને રીટ્વીટ કર્યું. એ પણ પોતાના ટ્વીટમાં આ જ વીડિયો શેર કર્યો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે.

ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદ પર અગાઉ કોંગ્રેસના ઘણા નેતાઓ કુસ્તિબાજોને સમર્થન આપી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ રેસલરો સાથે રહીને તેની વ્યથા પણ સાંભળી હતી. જે બાદ હવે સચિન પાયલટ પણ આજે કુસ્તિબાજોને સમર્થન આપવા અને તેમનો પક્ષ જાણવા દિલ્હી પહોંચી રહ્યા છે.